World Cup 2023: આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે સતત ક્રિકેટ મેચો થવાની છે. IPL 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ પછી ટીમ સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી જોવા મળશે. ટીમ ઈન્ડિયા આ વર્ષે ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટનો ભાગ બનવા જઈ રહી છે. જૂનમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે જ્યારે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટીમને એશિયા કપ રમવાનો છે. જોકે હવે બીસીસીઆઈએ ટીમની યોજનામાં થોડો ફેરફાર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાનો બદલો લેવાનો પ્લાન-
વાસ્તવમાં, IPL સમાપ્ત થયાના લગભગ એક મહિના પછી, ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જશે, પરંતુ તે પહેલા જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી આ પ્રવાસને લઈને થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં 2 ટેસ્ટ મેચ, 3 T20 મેચ અને 3 ODI રમવાની હતી પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. હવે આ પ્રવાસ 10 મેચોનો બની ગયો છે. આ પ્રવાસમાં 3 ટી-20 મેચોની જગ્યાએ હવે કુલ 5 ટી-20 મેચ રમાશે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર આ માહિતી સામે આવી છે. બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.


ટીમ આયર્લેન્ડના પ્રવાસે પણ જશે-
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ જુલાઈના બીજા સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે, જ્યારે આગામી દિવસોમાં આ પ્રવાસમાં કઇ મેચ યોજાશે તેની સંપૂર્ણ વિગતો બહાર આવશે. 10 મેચનો પ્રવાસ પૂરો થયા બાદ, ટીમ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ત્રણ T20I રમવા માટે આયર્લેન્ડ જશે. આ જાણકારી ખુદ ક્રિકેટ આયર્લેન્ડે આપી હતી.


બીસીસીઆઈ આ માટે ખાસ તૈયારીમાં છે-
BCCI વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જતા પહેલા રોહિત શર્મા અને કંપની માટે ઘરઆંગણે ટૂંકી દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. ક્રિકબઝે અહેવાલ આપ્યો છે કે જો શક્ય હોય તો, લંડનમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પછી જૂન 2023ના બાકીના દિવસોમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે 3 મેચની ODI શ્રેણી પણ રમાઈ શકે છે.