કોણ છે ટીમ ઈન્ડિયાનો સૌથી `ગરીબ` ક્રિકેટર? વિરાટથી 40 ગણી ઓછી છે તેની કમાણી
ખેલાડીઓના અંગત પ્રદર્શન પર તો વાત થઈ રહે છે પરંતુ શું તમે તેમની કમાણી વિશે જાણો છો. આ ખેલાડીઓ પોતાના પ્રદર્શનના દમ પર મબલક કમાણી કરે છે. તો આજે અમે તમને ટીમ ઈન્ડિયાના એ ખેલાડી વિશે જણાવીશું જેની નેટવર્થ સૌથી ઓછી છે.
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. 8 મેચોમાં 16 અંક સાથે ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. તે સેમીફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લગભગ આ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાને આ અંતિમ ચારમાં પહોંચાડવાનો શ્રેય એ 15 ખેલાડીઓને જાય છે જે સ્ક્વોડનો ભાગ છે. આ ખેલાડીઓના અંગત પ્રદર્શન પર તો વાત થઈ રહે છે પરંતુ શું તમે તેમની કમાણી વિશે જાણો છો. આ ખેલાડીઓ પોતાના પ્રદર્શનના દમ પર મબલક કમાણી કરે છે. તો આજે અમે તમને ટીમ ઈન્ડિયાના એ ખેલાડી વિશે જણાવીશું જેની નેટવર્થ સૌથી ઓછી છે.
આ ખેલાડીનું નામ શાર્દુલ ઠાકુર છે. શાર્દુલ ઠાકુર ઓલરાઉન્ડર છે અને તે પોતાની બોલિંગની સાથે સાથે તેજ તર્રાર બેટિંગ માટે પણ જાણીતો છે. શાર્દુલને આ વર્લ્ડ કપમાં 3 મેચ રમવાની તક મળી. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ તે પ્લેઈંગ 11નો ભાગ રહ્યો હતો. આ મેચમાં જો કે તેણે કોઈ ખાસ પ્રદર્શન કર્યું નહતું. તેના ફાળે ફક્ત બે વિકેટ ગઈ હતી.
શાર્દુલની કમાણીની વાત કરીએ તો બીસીસીઆઈ તરફથી તેને દર વર્ષે એક કરોડ રૂપિયા પગાર મળે છે. શાર્દુલ આઈપીએલમાં પણ કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી રમે છે. ફ્રેન્ચાઈઝીએ તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ક્રિકેટ ઉપરાંત શાર્દુલ બિઝનેસ પણ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડરની નેટવર્થ 25 કરોડ રૂપિયા છે.
કોહલીથી આટલી ઓછી
શાર્દુલની નેટવર્થ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીથી 40 ગણી ઓછી છે. કોહલીની નેટવર્થ એક હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તે ટીમ ઈન્ડિયાનો સૌથી અમીર ખેલાડી છે. જો કે બંને ખેલાડીઓની કોઈ સરખામણી થઈ શકે નહીં. કોહલી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તે કેપ્ટન પણ રહી ચૂક્યો છે અને અનેક એડમાં પણ જોવા મળ્યો છે. જ્યારે શાર્દુલની કરિયરને લાંબા સમય થયો નથી. શાર્દુલને દરેક મેચમાં રમવાની તક પણ મળી નથી.
તેની કરિયરની વાત કરીએ તો તે ટેસ્ટમાં 30, વનડેમાં 65 અને ટી20માં 33 વિકેટ લઈ ચૂક્યો છે. જ્યારે તેણે ટેસ્ટમાં લગભગ 21ની સરેરાશથી વનડેમાં 18ની અને ટી20માં 23ની સરેરાશથી રન કર્યા છે.