વર્લ્ડકપની પહેલી જ મેચમાં ભારતનો મોટો ફટકો! શતકવીર થયો બહાર, આ ખુંખાર ખેલાડી કરશે ઓપન!
IND vs AUS: આજથી ભારતના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે જંગ. મેચ પહેલાં જ ભારતને મોટો ઝટકો.
IND vs AUS: આજથી ભારત પોતાના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ કરશે. ચેન્નાઈથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ મિશનની શરૂઆત થશે. આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાશે મહામુકાબલો. ઓસ્ટ્રેલિયાએ ટોચ જીતીને પહેલાં બેટિંગ કરવાનો લીધો નિર્ણય. ટીમ ઈન્ડિયા પહેલાં બોલિંગ કરશે. માંદગીના કારણે શુભમન ગિલ આ મેચમાંથી બહાર. શુભમનના સ્થાને ઈશાન કિશન ટીમમાં સામેલ કરાયો.
એક તરફ હશે રોહિત શર્માની શાનદાર ટીમ તો બીજી તરફ હશે પેટ કમિન્સની કમિડેટ ટીમ. ટીમ ઈન્ડિયા આજથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત કરવા જઈ રહી છે. મેચ પહેલા ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો એક સ્ટાર ખેલાડી મેચની બહાર થઈ ગયો છે.
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. વર્લ્ડ કપ 2023ની 5મી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે છે. આ મેચથી બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે બપોરે 2 વાગ્યાથી રમાશે. આ પહેલા ભારતને મોટો આંચકો લાગ્યો છે. ટીમના જાણકાર બેટ્સમેન આ મેચમાં નહીં રમે. ઉલ્લેખનીય છેકે, વર્લ્ડકપની શરૂઆત પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. જોકે, પ્રથમ બે મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે કેટલાક મોટા ખેલાડીઓ ગેરહાજર હતા. આ બંને વન-ડે ભારતે જીતી હતી.
ટોચ પહેલાં જ એવા સમાચાર સામે આવ્યાં છેકે, ભારત માટે શતક શતક ઠોકનર ખતરનાક ખેલાડી આ મેચમાંથી બહાર થઈ ગયો છે. અહીં વાત થઈ રહી છે શતકવીર શુભમનની. જીહાં, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ટીમની શરૂઆતની મેચમાં નહીં રમે. આ મોટી મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો છે. 24 વર્ષીય શુભમન ટીમ સાથે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ માટે રવાના થયો નથી. તમને જણાવી દઈએ કે ગિલ હાલમાં જ ડેન્ગ્યુનો શિકાર બન્યો હતો. આ કારણે તે ટીમના પ્રેક્ટિસ સેશનમાં પણ હાજર રહ્યો ન હતો.
આ ખતરનાક ખેલાડી કરશે ઓપનઃ
શુભમન ગીલની ગેરહાજરીમાં ઈશાન કિશનને રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે મોકલી શકાય છે. કિશન આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી ચૂક્યો છે. તેણે ODI ક્રિકેટમાં અત્યાર સુધી રમાયેલી 25 મેચોમાં 44ની એવરેજથી 882 રન બનાવ્યા છે. તે જ સમયે, જો આપણે તેના શરૂઆતના આંકડાઓ પર નજર કરીએ તો, તેણે 7 મેચમાં 74.66ની ઘાતક સરેરાશ સાથે 448 રન બનાવ્યા છે. ઓપનિંગ દરમિયાન કિશને 1 સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 210 રન છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન/શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ભારતની વર્લ્ડ કપની ફૂલ સ્કોડઃ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર.