Pakistan Qualification Scenario: વર્લ્ડ કપ હવે તેના રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ગણી ગાંઠી મેચને બાદ કરતા હવે લીગ રાઉન્ડ પુરો થવા આવ્યો છે. વર્લ્ડ કપમાં હવે સેમિફાઈનલ એટલેકે, નોકઆઉન્ટ રાઉન્ડ શરૂ થવાનો છે. ત્યારે ટીમ ઈન્ડિયા સામે સેમિફાઈનલમાં પાકિસ્તાન ટકરાશે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. કારણકે, વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાઓ અચાનક ફરી જીવંત થઈ ગઈ છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે વરસાદ વિક્ષેપિત વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 21 રન (DLS)થી હરાવ્યું. ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની આ મોટી જીત બાદ પોઈન્ટ ટેબલમાં એકાએક રોમાંચક વળાંક આવ્યો છે. પાકિસ્તાનની ટીમ હજુ પણ વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલમાં પહોંચી શકે છે અને તેની ટક્કર ભારત સાથે પણ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ સેમીફાઈનલ શક્ય છે-
ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ પાકિસ્તાનની ટીમને પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. પાકિસ્તાનના હાલ 8 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. પાકિસ્તાનનો નેટ રન રેટ પણ પહેલા કરતા ઘણો સારો થઈ ગયો છે. પાકિસ્તાનનો નેટ રન રેટ હાલમાં (+0.036) છે. પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો આસાન બનાવવા માટે અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની મેચો હારવી પડશે. ન્યુઝીલેન્ડના હાલ 8 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ હાલમાં (+0.398) છે.


પોઇન્ટ ટેબલમાં અચાનક એક રોમાંચક ટ્વિસ્ટ-
ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ 2023માં તેની છેલ્લી લીગ મેચ 9 નવેમ્બરે શ્રીલંકા સામે રમશે. જો ન્યુઝીલેન્ડની ટીમ આ મેચ હારી જશે તો તેના માત્ર 8 પોઈન્ટ બચશે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં તેની છેલ્લી લીગ મેચ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમશે. જો પાકિસ્તાનની ટીમ આ મેચ જીતશે તો તે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લેશે. જોકે, પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો આસાન બનાવવા માટે અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની મેચો હારવી પડશે.


1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે ચમત્કાર કર્યો હતો-
1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમના પ્રથમ પાંચ મેચમાં માત્ર એક જ જીત સાથે માત્ર 3 પોઈન્ટ હતા. 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ પહેલા જ વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર હતી, પરંતુ આ પછી પાકિસ્તાને સતત 3 મેચ જીતીને 9 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. પાકિસ્તાને 1992 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું અને ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.