મુંબઈઃ IND vs NZ Semi Final 2023: ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 15 નવેમ્બરે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલની શાનદાર બેટિંગ જોવા મળી હતી. ન્યુઝીલેન્ડ સામે મોહમ્મદ શમીની બોલિંગ પ્રભાવશાળી રહી હતી.


શમીએ આ મેચમાં 7 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ મળ્યો હતો. હવે તેના જોરદાર પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એક યુઝરના દાવાની ચર્ચા થઈ રહી છે. @DonMateo_X14 નામના આ યુઝરે મેચના એક દિવસ પહેલાં 14 નવેમ્બરે તેના X હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું કે તેણે સપનું જોયું હતું કે શમીએ સેમિફાઇનલ મેચમાં સાત વિકેટ લીધી હતી.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube