સાઉધમ્પ્ટનઃ  ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સોમવારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા છે. જેની સામે અફઘાનિસ્તાનની સમગ્ર ટીમ 47 ઓવરમાં 200 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી શાકીબ અલ-હસને 10 ઓવરમાં માત્ર 29 રન આપીને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી અને ટીમના વિજયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિજય સાથે જ બાંગ્લાદેશની ટીમ 7 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે આવી ગઈ છે. બાંગ્લાદેશે અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાંથી તેનો 3માં વિજય થયો છે અને 3માં પરાજય થયો છે. એક મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. 


બાંગ્લાદેશે આપેલા 263 રનના ટાર્ગેટનો સામનો કરવા ઉતરેલી અફઘાનિસ્તાને શરૂઆત સારી કરી હતી. કેપ્ટન ગુલબદીન નાયબ અને રહેમત શાહે પ્રથમ વિકેટની ભાગીદારીમાં 10 ઓવરમાં 49 રન જોડ્યા હતા. ઓપનર રહેમત શાહ 24 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર પછી રમવા આવેલા હશમતુલ્લા વધુ રમી શક્યો નહીં અને માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 


બાંગ્લાદેશના બોલિંગ આક્રમણ સામે અફઘાનિસ્તાનના ખેલાડીઓ રન બનાવી શક્તા ન હતા. અફઘાનિસ્તાનનો કેપ્ટન ગુલબદીન પણ 75 બોલમાં 45 રન બનાવી શક્યો હતો અને તે શાકીબ હસનનો શિકાર બન્યો હતો. છઠ્ઠા ક્રમે રમવા આવેલા શમિઉલ્લાશ શિવારીએ એક છેડો પકડી રાખીને પોતાની ટીમને વિજય સુધી લઈ જવા સારી મહેનત કરી હતી, પરંતુ સામેના છેડે એક પછી એક વિકેટ સમયાંતરે પડતી રહી. તેમાં પણ અંતિમ બે ખેલાડી દલવત ઝરદાન અને મુજીબ ઉર-રહેમાન તો શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. નોટ આઉટ રહેલા શમિઉલ્લાઙ શિનવારીએ 51 બોલમાં 49 રન બનાવ્યા હતા. 


[[{"fid":"221695","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


બાંગ્લાદેશ તરફથી શાકીબ અલ-હસન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં એક મેઈડન નાખી હતી અને 29 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુસ્તફિઝુર રહેમાને 2 અને મોહમ્મદ સૈફુદ્દીન તથા મુસદ્દીક હુસેને 1-1 વિકેટ લીધી હતી. 5 વિકેટ લેનારા શાકીબ અલ-હસનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 



શાકીબે બનાવ્યો રેકોર્ડ
બાંગ્લાદેશનો બોલર શાકીબ અલ-હસન વર્લ્ડ કપમાં 5 વિકેટ હોલ લેનારો બાંગ્લાદેશનો પ્રથમ બોલર બની ગયો છે. આ સાથે જ તેના નામે અનેક રેકોર્ડ નોંધાઈ ગયા છે. શાકિબની વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના ખેલાડીઓમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર બની છે, તે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ તરપથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે, વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન પણ તેના નામે છે અને વર્તમાન વર્લ્ડ કપમાં પણ બાંગ્લાદેશના ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે. 


આ અગાઉ પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી અને તેને 23 રને જ લીટન દાસનો પ્રથમ ફટકો પડ્યો હતો. જોકે ત્યાર પછી તમીમ ઈક્બાલ અને શાકીબ-અલ-હસને બાજી સંભાળી લઈને ટીમના સ્કોરને આગળ ધપાવામાં સારી મહેનત કરી હતી. તમિલ ઈક્બાલ 35 રન બનાવીને આઉટ થયો હતો.


શાકીબે ચોથા ક્રમે રમવા આવેલા મુશફીકુર રહીમ સાથે બાજી સંભાળી લીધી હતી. શાકીબ 69 બોલમાં 51 રન બનાવીને મુજીબના બોલે એલબીડબલ્યુ આઉટ થયો હતો. બાંગ્લાદેશના મુશફીકુર રહીમે 87 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 7મા ક્રમે રમવા આવેલા મુસદ્દક હુસેને 24 બોલમાં 35 રન બનાવીને ટીમના સ્કોરને 250થી પાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 


બાંગ્લાદેશની ટીમે નિયત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના આ સ્કૂરોમાં મુશફીકુર રહીમના 83 રનનો મહત્વનો ફાળો રહ્યો હતો. 


અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર-રહેમાને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 39 રન આપીને બાંગ્લાદેશી ખેલાડીઓને જકડી રાખ્યા હતા. આ ઉપરાંત ગુલબદીન નાયબે 56 રનમાં બે વિકેટ ઝડપી હતી. દોલત ઝરદાન અને મોહમ્મદ નબીએ 1-1 વિકેટ લીધી હતી. 



આ અગાઉ, ટોસ થવાના અડધા કલાક પહેલા સાઉધેમ્પ્ટનમાં વરસાદ પડતાં મેચ 10 મિનિટ વિલંબથી શરૂ થઈ હતી, કેમ કે આઉટફીલ્ડ પલળી ગયું હતું. વર્લ્ડકપમાં અત્યાર સુધી રમેલી 6 મેચમાં 5 પોઈન્ટ સાથે બાંગ્લાદેશની ટીમ સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જોકે, તે આગામી 3 મેચ જીતવામાં સફળ થાય છે અને અન્ય ટીમોનાં પરિણામ પણ તેની તરફેણમાં આવે તો બાંગ્લાદેશને સેમિ ફાઈનલમાં પ્રવેશ મળી શકે એમ છે. 


સામે પક્ષે અફઘાનિસ્તાન પણ તેની તમામ 6 મેચ હારી ગઈને સેમિફાઈનલની રેસમાંથી બહાર નિકળી ચૂકી છે. આથી, તેના માટે આ મેચમાં ગુમાવા જેવું કશું જ નથી, પરંતુ તે બાંગ્લાદેશનો ખેલ જરૂર બગાડી શકે છે. અફઘાનિસ્તાન અત્યારે 6 પરાજય સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. 


ટીમ
અફઘાનિસ્તાન:
ગુલબદીન નઇબ (કેપ્ટન), રહમત શાહ, અસગર અફગાન, હશમતુલ્લાહ શાહિદી, નજીબુલ્લાહ જાહરાન, સમિઉલ્લાહ શિનવારી મોહંમદ  નબી, રાશિદ ખાન, દૌલત જાદરાન, મુજીબ ઉર રહમાન, ઇકરામ અલી ખિલ.


બાંગ્લાદેશ: મશરફે મુર્તજા (કેપ્ટન), લિટન દાસ (વિકેટ કિપર), મેહમૂદુલ્લાહ, મેહદી હસન, મોહંમદ સૈફુદ્દીન, મુસૈદ્દુક હુસૈન, મુશ્ફિકુર રહીમ (વિકેટ કિપર), મુસ્તફિજુર રહમાન, શાકિબ અલ હસન, સૌમ્ય સરકાર અને તમીમ ઇકબાલ.