બર્મિંઘમઃ બાબર આઝમે બુધવારે ન્યૂઝીલેન્ડની મજબૂત ટીમ વિરુદ્ધ જીત બાદ કહ્યું કે, પાકિસ્તાનને વિશ્વાસ છે કે તે પોતાની બાકી બે મેચ જીતીને વર્લ્ડ કપ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. આઝમે અણનમ 101 રન બનાવ્યા જેથી ન્યૂઝીલેન્ડના 238 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને ચાર વિકેટે 241 રન બનાવીને જીત મેળવી હતી. વિશ્વ કપમાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પોતાની પહેલા પાંચ મેચમાંથી ત્રણ મેચ ગુમાવી અને માત્ર ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી શકી જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાને રવિવારે લોર્ડ્સમાં સાઉથ આફ્રિકા અને બુધવારે ન્યૂઝીલેન્ડને અહીં હરાવીને શાનદાર વાપી કરી હતી. સરફરાઝ અહમદની ટીમે આગામી બે મેચમાં શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટકરાવાનું છે જ્યારે ટીમ પોતાની અંતિમ લીગ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 10મી સદી ફટકારનાર બાબરે કહ્યું, 'આત્મવિશ્વાસ મહત્વપૂર્ણ છે. અમને વિશ્વાસ છે કે અમે આગામી બે મેચ જીતી શકીએ છીએ અને ત્યારબાગ આગળ વિચારશું.'

વર્લ્ડ કપઃ સેમિફાઇનલની જંગ, પાકિસ્તાન સહિત આ 3 ટીમ ઈચ્છશે ઈંગ્લેન્ડ પર ભારતની જીત 

તેણે કહ્યું, 'જ્યારે અમે મેચ હારી રહ્યાં હતા ત્યારે અમે એકબીજા સાથે વાત કરી અને અમને વિશ્વાસ હતો કે અમે તેમ કરી શકીએ છીએ અને હવે અમારૂ ધ્યાન આગામી બે મેચ પર છે.' ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા એકમાત્ર ટીમ છે જે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું છે જ્યારે ન્યૂઝીલેન્ડ, ભારત અને ઈંગ્લેન્ડ ટોપ ચારમાં સામેલ છે. 


આઝમે કહ્યું કે, તેની ભૂમિકા ઈનિંગની અંત સુધી બેટિંગ કરવાની છે. તેણે કહ્યું, 'મને ઈનિંગની અંત સુધી બેટિંગ કરવાની ભૂમિકા આપવામાં આવી છે અને અન્ય ખેલાડીઓને મારી સાથે બેટિંગ કરવી પડશે. તેણે સારૂ કામ કર્યું છે કારણ કે હફીઝ અને ત્યારબાદ હારિસે સારી બેટિંગ કરીને ભાગીદારી નિભાવી હતી." આઝમે કહ્યું કે, તેનું લક્ષ્ય વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનવાનું છે.