નવી દિલ્હીઃ ક્રિકેટ વિશ્વ કપ-2019 પૂરો થવાનો છે અને દરેક તેની યાદોને સંગ્રહ કરવા ઈચ્છી રહ્યું હશે. યાદોને પોતાના દિલમાં સંગ્રહવાની કોઈ કિંમત નથી પરંતુ તમે તેને  'યાદગીરી'ના રૂપમાં તમારી પાસે રાખવા ઈચ્છતા હોવ તો તમારે તેના માટે લાખો રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વકપમાંથી ભારતીય ટીમ બહાર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે આ વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ લીગ સ્તર પર એક શાનદાર જીત મેળવી હતી. ભારતે ડીએલ નિયમના આધાર પર પાકને 89 રને હરાવ્યું હતું. જો તમે તે મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ તમારી પાસે રાખવા ઈચ્છો છો તો તમારે આશરે 1.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડત પરંતુ અફસોસ આ બોલ હોટસેલિંગ રહ્યો અને મેચ સમાપ્ત થવાની સાથે વેચાઈ ગયો છે. 


આઈસીસી વિશ્વ કપ-2019 સાથે જોડાયેલી વસ્તુઓનું વેચાણ કરી રહેલી સત્તાવાર વેબસાઇટ-ઓફિશિયલમેમોરાબિલા ડોટ કોમ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને માન્ચેસ્ટરમાં આ યાદગાર મેચ દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા બોલની સૌથી વધુ કિંમત રાખવામાં આવી હતી અને તેને સત્તાવાર રીતે 2150 ડોલરમાં વેચવામાં આવ્યો, જે 1.50 લાખ રૂપિયાની નજીક છે. 


ધોની રન આઉટ થયા બાદ આવ્યો હાર્ટ એટેક, ફેનનું મોત


આ રીતે આ મેચમાં ટોસ માટે ઉપયોગમાં લેવામાં આવેલી સિક્કાની કિંમત 1450 ડોલર (આશરે એક લાખ રૂપિયા) લાગી. એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચની સ્કોરશીટ 1100 ડોલર (77 હજાર રૂપિયા)મેં વેચાઈ છે. ઓફિશિયલમેમોરાબિલા ડોટ કોમ પરથી ખરીદી કરવા માટે તમારે આ રીતે વેબસાઇટ પર રજીસ્ટર કર્યા બાદ લોગ-ઇન કરવું પડશે, જેમ અન્ય માર્કેટપ્લેસ પર કરો છો. ત્યારબાદ તમારી પસંદગીની વસ્તુ પસંદ કર્યા બાદ તમારે પેમેન્ટ ઓપ્શન પસંદ કરવું પડશે અને ત્યારબાદ તમારૂ એડ્રેસ આપવું પડશે.