નોટિંઘમઃ વિશ્વ કપમાં ભારત પોતાના ત્રીજા મુકાબલામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે. આ મેચ ગુરૂવાર એટલે કે આજે બપોરે 3 કલાકથી નોટિંઘમમાં રમાશે. બંન્ને ટીમો અત્યાર સુધી વિશ્વ કપમાં એકપમ મેચ હારી નથી. તેવામાં આ મુકાબલો શાનદાર રહેશે તેવી આશા કરવામાં આવી રહી છે. નોટિંઘમના મેદાન પર ભારતને મેચ જીતવા માટે ટોસ જીતવો પડશે. ટોસ આ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. તેની પાછળ મુખ્ય ત્રણ કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. નોટિંઘમમાં પ્રથમ બેટિંગ કરવી ફાયદાકારક
નોટિંઘમના મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી વધુ ફાયદાકારક રહેશે. નોટિંઘમમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઇ છે, જેમાંથી બે વાર પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. બંન્ને મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે મોટો સ્કોર બનાવ્યો હતો. એક મેચમાં પાકિસ્તાને 348 અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 288 રન બનાવ્યા હતા. બંન્ને મેચ રોમાંચક રહી હતી. લક્ષ્યનો પીછો કરનારી ટીમે પણ સારી બેટિંગ કરી હતી. તેવામાં ટોસ જીતીને મોટા સ્કોરની સાથે, શાનદાર બોલિંગનું પ્રદર્શન પણ કરવું પડશે. 


2. હવામાન છે બીજુ કારણ
નોટિંઘમમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. તેવામાં પિચમાં ભેજ હોય શકે છે. તે પણ બની શકે કે આકાશમાં વાદળ હોય. તેવામાં ટોસ વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે. તે સમયે તમે પિચની સ્થિતિ અને હવામાન અનુસાર પોતાના પક્ષમાં નિર્ણય લઈ શકો છો. 



સચિનનો રેકોર્ડ તોડવાથી 57 રન દૂર કોહલી, બની જશે સૌથી ઝડપી 11 હજારી 


3. વિશ્વ કપમાં આ રેકોર્ડ છે ત્રીજુ કારણ
આ વિશ્વકપના આંકડા દર્શાવે છે કે પ્રથમ બેટિંગ કરવી વધુ ફાયદાકારક રહે છે. આ વિશ્વ કપમાં અત્યાર સુધી કુલ 14 મેચ રમાઇ છે, જેમાં 8 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે વિજય મેળવ્યો છે. 6 વખત એવું બન્યું કે, જ્યારે લક્ષ્યનો પીછો કરનારી ટીમને જીત મળી છે. આ હિસાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લઈ શકાય છે.