નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેનવોર્ને ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફાઈનલ મેચ રમવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું કહેવું છે કે ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે પણ રમાઈ શકે છે.  પૂર્વ લેગ સ્પિનરે ગ્રુપ સ્ટેજથી લઈને ફાઈનલ સુધીનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો છે. શેન વોર્ને ટ્વીટ કરીને વર્લ્ડ કપ ફાઈનલ સુધીની પુરી રૂપરેખા શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમિફાઇનલમાં ભારત-ઇંગ્લેન્ડ મેચની આશા
શોન વોર્ને ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં તેમના ગ્રુપમાં ટોચ પર રહેશે. બીજા ગ્રુપમાં પાકિસ્તાન અને ભારત ટેબલ ટોપર હશે. આ સિવાય સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ભારત અને પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આવી સ્થિતિમાં ફાઈનલ ભારત અને પાકિસ્તાન અથવા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ શકે છે.


વોને ઈંગ્લેન્ડ-પાકિસ્તાન ફાઈનલની આગાહી કરી હતી
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ભવિષ્યવાણી કરી છે કે T20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. હાલમાં બંને ટીમ શાનદાર ફોર્મમાં છે અને બંનેએ અત્યાર સુધી રમાયેલી પોતાની પ્રથમ ત્રણ મેચ જીતી છે. દુબઈમાં શનિવારે રમાયેલી ગ્રુપ 1ની મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું.


પાકિસ્તાન ગ્રુપમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે
પાકિસ્તાન શુક્રવારે T20 વર્લ્ડ કપના સુપર 12 સ્ટેજની ત્રીજી મેચમાં ત્રીજી જીત નોંધાવ્યા બાદ સેમિફાઇનલની નજીક પહોંચી ગયું છે. શુક્રવારે પાકિસ્તાને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે, પાકિસ્તાને ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક પૂરી કરી છે અને ગ્રુપ 2 માં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ પહેલા ટીમે પોતાના કટ્ટર હરીફ ભારતને પ્રથમ મેચમાં, બીજી મેચમાં ન્યુઝીલેન્ડ અને ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ જીત બાદ ટીમનો ઉત્સાહ ઘણો ઊંચો છે.


ન્યુઝીલેન્ડ સાથે ક્વાર્ટર ફાઈનલ મેચ
જ્યારે, ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે પ્રથમ મેચમાં 10 વિકેટથી કારમી હાર મળી છે. ટીમ ઈન્ડિયા આજે પોતાની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારત આ ટૂર્નામેન્ટમાં પ્રથમ હાર ભૂલીને નવી શરૂઆત કરવા માંગશે. ભારત માટે આ મેચ 'કરો યા મરો' જેવી છે. જો ભારતને સેમીફાઈનલમાં પહોંચું હશે તો કોઈ પણ સંજોગોમાં કિવી ટીમને હરાવવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube