World Cup: ODI 2023 વર્લ્ડ કપની તારીખો થઈ જાહેર, આ દિવસે યોજાશે ફાઈનલ મેચ!
2023 World Cup Dates: ICC 2023 ODI વર્લ્ડ કપ, આ વર્ષના અંતમાં થનાર ક્રિકેટના મહાકુંભની તારીખોને લઈને મોટો ખુલાસો થયો છે. આટલું જ નહીં, 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ કયા દિવસે અને કયા મેદાન પર રમાશે તેની પણ ઘણી માહિતી સામે આવી છે.
2023 World Cup: ICC 2023 ODI વર્લ્ડ કપ, આ વર્ષના અંતમાં યોજાનાર ક્રિકેટના મહાકુંભની તારીખો વિશે એક મોટો ખુલાસો થયો છે. આટલું જ નહીં, 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ કયા દિવસે અને કયા મેદાન પર રમાશે તેની પણ ઘણી માહિતી સામે આવી છે. આ સિવાય 2023 ODI વર્લ્ડ કપની મેચ કયા શહેરોમાં રમાશે તે રહસ્ય પણ ખુલ્યું છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે.
2023 વર્લ્ડ કપની તારીખો જાહેર
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રિપોર્ટ અનુસાર, 2023 વર્લ્ડ કપમાં ત્રણ નોકઆઉટ મેચો સહિત કુલ 48 મેચો રમાશે. તમામ મેચો ભારતના 12 શહેરોમાં રમાશે. 2023 વર્લ્ડ કપની મેચો હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, દિલ્હી, લખનૌ, ચેન્નાઈ, બેંગ્લોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ અને મુંબઈમાં રમાશે. જણાવી દઈએ કે ભારત 10 વર્ષથી એકપણ ICC ટ્રોફી જીતી શક્યું નથી.
આ દિવસે ફાઇનલ મેચ યોજાશે!
હવે ટીમ ઈન્ડિયાનો આ વર્ષનો સૌથી મોટો ટાર્ગેટ 2023નો ODI વર્લ્ડ કપ પોતાના નામે કરવાનો છે. ભારતે 12 વર્ષ પહેલા ઘરઆંગણે રમાયેલ 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં, ભારતને આ વખતે ફરી 2023 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ વખતે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. ભારતમાં યોજાનારી આ વર્લ્ડ કપ ઈવેન્ટમાં હજુ 7 મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી રમાશે.
આ પણ વાંચો
રાશિફળ 22 માર્ચ: સિંહ-તુલા સહિત આ રાશિવાળા માટે અત્યંત શુભ છે આજનો દિવસ
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે
રસ્તો અને ચહેરો ઓળખવામાં થાય છે સમસ્યા, યાદદાસ્ત પર પડે છે અસર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube