અમદાવાદઃ ભારતમાં ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ 5 ઓક્ટોબરથી થવાનો છે. આ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર ઓક્ટોબરે ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવી શકે છે. આ રંગારંગ કાર્યક્રમમાં બોલીવુડના સિતારા ભાગ લઈ શકે છે. તે દિવસે તમામ 10 ટીમોના કેપ્ટન પણ ત્યાં હાજર રહેશે. 5 ઓક્ટોબરે વિશ્વકપનો પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ ઓક્ટોબરે વિશ્વકપની પ્રેક્ટિસ મેચ સમાપ્ત થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રેક્ટિસ મેચ પૂર્ણ થયા બાદ દરેક કેપ્ટન અમદાવાદમાં ભેગા થશે. મીડિયા સાથે વાત કરશે અને ફોટો સેશન કરાવશે. તેને 'કેપ્ટન્સ ડે'ના રૂપમાં ઓળખવામાં આવે છે. ત્યારબાદ દરેક ટીમના કેપ્ટન સાંજે યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. અમદાવાદમાં વિશ્વકપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. 


આ પણ વાંચોઃ ગરીબ પરિવારના આરવ પાસે થાઈલેન્ડ જવા એક રૂપિયો પણ ન હતો, દેશને કરાટેમાં અપાવ્યો ગોલ્ડ


ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પહેલા વ્યસ્ત રહેશે છ કેપ્ટન
આ અવસર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના સભ્યો, વૈશ્વિક ક્રિકેટ સંચાલન સંસ્થાના કાર્યકારી બોર્ડના સભ્યો અને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ હાજર રહેશે. ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પહેલા 10માંથી છ કેપ્ટન વ્યસ્ત રહેશે. ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. તો ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સામે ટકરાશે અને શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાશે. તેવામાં છ ટીમના કેપ્ટન મેચ બાદ કે બીજા દિવસે સવારે અમદાવાદ માટે ઉડાન ભરશે. 


ભારતના 10 શહેરોમાં રમાશે મેચ
વિશ્વકપમાં કુલ 58 મેચ રમાશે. તેમાં 10 પ્રેક્ટિસ મેચ પણ સામેલ છે. વિશ્વકપ મેચ ભારતના 10 શહેરોમાં રમાશે. હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરૂ, મુંબઈ અને કોલકત્તા છે. ગુવાહાટી અને તિરૂવનંતપુરમ સિવાય હૈદરાબાદમાં પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ ઓલિમ્પિક રમાડવા ગુજરાતનો થનગનાટ : રમતો ક્યા રમાડવી તેના માટે આ 33 સ્પોટની થઈ પસંદગી


શ્રીલંકા અને નેધરલેન્ડને ક્વોલીફાયર્સથી મળી એન્ટ્રી
આ વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમો ક્વોલીફાયર્સ રમીને આ ટૂર્નામેન્ટમાં પહોંચી છે. આ બંને સિવાય યજમાન ભારત, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ વિશ્વકપમાં જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube