નવી દિલ્હીઃ ભારતીય ટીમ 5 જૂને પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકા વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર પ્રથમ મેચ હશે. રોચક વાત છે કે આ મેદાન પર બંન્ને ટીમો અત્યાર સુધી 3-3 મેચ રમી છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ જ્યાં આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ઉતરશે તો ફાફ ડુ પ્લેસિસની ટીમ પોતાની ત્રીજી મેચ રમશે. તેને યજમાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હાર મળી છે. આવો જાણીએ સ્ટેડિયમ સાથે જોડાયેલી કેટલિક રોમાંચક વાતો... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ વખત વિશ્વ કપ મેચ
ધ રોજ બાઉલ સ્ટેડિયમની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. આ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ હૈંપશાયરનું ઘરેલૂ મેદાન છે. આ નવું ગ્રાઉન્ડ છે જ્યાં વિશ્વકપ રમાશે. આ પહેલા કોઈ વિશ્વકપની મેચ આ મેદાન પર રમાઇ નથી, પરંતુ આ વખતે અહીં કુલ 5 મેચ રમાશે. 


ભારત રમશે બે મેચ
અહીં ભારતે બે મેચ, સાઉથ આફ્રિકા અને અફગાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5 જૂને, જ્યારે અફગાનિસ્તાન વિરુદ્ધ 22 જૂને રમવાનું છે. 


ભારતનું પ્રદર્શન
આ મેદાન પર ભારતે કુલ ત્રણ મેચ રમી છે, જેમાં તેને એકમાં જીત મળી છે. ભારતને કેન્યા વિરુદ્ધ 11 સપ્ટેમ્બર, 2004માં મળી હતી, જ્યારે ત્યારબાદ બંન્ને મેચ ગુમાવી છે. ભારતે આ બંન્ને મેચ યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2007 અને 2011માં રમી હતી. 


સાઉથ આફ્રિકાનું પ્રદર્શન
બીજીતરફ સાઉથ આફ્રિકાએ અહીં 3 મેચ રમી છે. પરંતુ આફ્રિકી ટીમનું પ્રદર્શન ભારતની અપેક્ષાથી સારૂ છું. તેણે 2003માં ઝિમ્બાબ્વે અને 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી હતી. ત્રીજી મેચમાં તેણે યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2017માં હારનો સામનો કરવો પડ્યો હતો. 


બેટિંગ પિચ, બની શકે છે મોટો સ્કોર
આ મેદાન બેટિંગને અનૂકુળ રહે છે. 2017થી અત્યાર સુધી અહીં સૌથી ઓછો સ્કોર 288 રન છે, જ્યારે ઓવરઓલ સર્વશ્રેષ્ઠ ટીમ સ્કોર 373/3 રન છે. આ સ્કોર ઈંગ્લેન્ડે પાછલા મહિને 11 મેએ પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યો હતો. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે જે ટીમ પ્રથમ બેટિંગ કરશે તેની નજર 350થી વધુ રન બનાવવા પર હશે. 


વાંચો વિશ્વકપના અન્ય સમાચાર