લંડનઃ જેસન હોલ્ડરની આગેવાની વાળી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફાસ્ટ બોલરોના દમ પર ગુરૂવારે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે તો તેનો ઇરાદો વિશ્વકપમાં પોતાનું ગુમાવેલું ગૌરવ પરત મેળવવા પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ટીમે પ્રથમ મેચમાં પાકિસ્તાનને માત્ર 105 રન પર આઉટ કરીને સાત વિકેટે વિજય મેળવ્યો હતો. ઓશાને થોમસે 27 રન આપીને ચાર વિકેટ ઝડપી, જ્યારે આંદ્રે રસેલ, શેલ્ડન કોટલેર અને કેપ્ટન હોલ્ડરે તેનો સહયોગ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે વિશ્વ કપ 1975ના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને તે ટીમમાં ચાર ફાસ્ટ બોલર હતા. તેના ચાર વર્ષ બાદ લોર્ડ્સ પર ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝને ઈંગ્લેન્ડે હરાવીને ટાઇટલ જાળવી રાખ્યું હતું. તે ટીમમાં એન્ડી રોબર્ટ્સ, માઇકલ હોલ્ડિંગ, કોલિન ક્રોફ્ટ અને જોએલ ગાર્નર હતા. હાલની ટીમમાં તે દરજ્જાના ફાસ્ટ બોલર તો નથી, પરંતુ કેમાર રોચ અને શેનોન ગ્રેબિયલ વિના પાકિસ્તાનને સસ્તામાં સમેટીને બોલરોએ સાબિત કરી દીધું કે તેનામાં કેટલો દમ છે. તે ભલે વિશ્વકપમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી પસાર થયું હોય, પરંતુ પોતાના દિવસ પર ગમે તે ટીમને હરાવી શકે છે. 


બીજીતરફ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં અફગાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું, પરંતુ આ મેચમાં તેની સામે મોટો પડકાર હશે. છેલ્લા ત્રણમાંથી બે ટી20 વિશ્વ કપ જીતી ચુકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે થોમસે પ્રેક્ટિસ મેચમાં વોર્નરે સસ્તામાં આઉટ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની નબળાઇ તે છે કે, તે બાઉન્સર જેવા હથિયારનો વાંરવાર ઉપયોગ કરે છે, જ્યારે એક વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલા વોર્નર અને સ્મિથ તેને રમવામાં માહેર છે. ઓસ્ટ્રેલિયાની પાસે મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સના રૂપમાં શાનદાર બોલર છે. 


ક્યાં રમાશે મેચઃ ટ્રેન્ટ બ્રિઝ, નોટિંઘમ
ક્યારે શરૂ થશે મેચઃ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે