નોટિંઘમઃ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે નોટિંઘમમાં રમાઇ રહેલી વર્લ્ડ કપ 2019ની છઠ્ઠી લીગ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડને 349 રનનો લક્ષ્ય આપ્યો છે. વિશ્વકપના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈપણ ટીમે એકપણ ખેલાડીની સદી વગર આટલો મોટો ટોટલ બનાવ્યો છે. પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુકાબલામાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. તેવામાં પાકિસ્તાનના બેટ્સમેનોએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 348 રન બનાવ્યા છે. આ સ્કોરમાં ત્રણ બેટ્સમેનોની અડધી સદી સામેલ છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હાફીઝ (84), બાબર આઝમ (63) અને સરફરાઝ અહમદ (55)એ અડધી સદી ફટકારી છે. જ્યારે ઇમામ ઉલ હકે 44 રનનું યોગદાન આપ્યું હતું. 


વર્લ્ડ કપ 2019: પાકિસ્તાનમાં વિરાટ કોહલી સૌથી લોકપ્રિય ક્રિકેટરઃ યૂનિસ ખાન

એટલું જ નહીં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. ચોંકાવનારી વાત છે કે આ પહેલા બે વખત પાકિસ્તાનની ટીમે વર્ષ 1983માં શ્રીલંકા વિરુદ્ધ અને વર્ષ 2015ના વિશ્વકપમાં યૂએઈ વિરુદ્ધ કોઈપણ ખેલાડીની સદી વિના 300થી વધુનો સ્કોર બનાવી ચુકી છે. 


વિશ્વકપમાં સૌથી વધુ ટોટલ કોઈપણ ખેલાડીની સદી વગર


348/8 પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, નોટિંઘમ 2019


341/6 સાઉથ આફ્રિકા વિરુદ્ધ યૂએઈ, વેલિંગ્ટન 2015


339/6 પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈ, નેપિયર 2015


338/5 પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, Swansea 1983