મુંબઈઃ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં યુવરાજનું નામ તે ખેલાડીઓમાં ગણવામાં આવે છે, જેણે પોતાના કરિયરમાં ઘણા ચઢાવ-ઉતાર બાદ પણ એક મુકામ હાસિલ કર્યો, જે અન્ય ક્રિકેટરો માટે ઘણો મુશ્કેલ છે. તેણે પોતાના જીવનના 25 વર્ષ ક્રિકેટને આપ્યા અને 17 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરોધી બોલરો માટે ડર બનીને રહ્યો. હવે તેણે નિવૃતી લઈ લીધી છે અને તેવામાં જાણીએ આખરે યુવરાજ સિંહે ભારતીય ક્રિકેટમાં કેટલું યોગદાન આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજ સિંહે લીધી નિવૃતી, વીડિયો મેસેજથી યાદ કરી પૂરી સફર


વનડે આંતરરાષ્ટ્રીયમાં પ્રદર્શનઃ યુવરાજ સિંહે ભારત માટે 304 વનડે મેચોમાં 36.55ની એવરેજથી 8701 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 52 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 150 રન રહ્યો. વનડેમાં યુવરાજ સિંહના નામે 111 વિકેટ છે અને તેનું બેસ્ટ પ્રદર્શન 31 રન આપીને પાંચ વિકેટ રહ્યું છે. 


ટેસ્ટ મેચોમાં પ્રદર્શન- યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ મેચોમાં 33.92ની એવરેજથી 1900 રન બનાવ્યા છે, જેમાં 33 સદી અને 11 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 169 રન રહ્યો. ટેસ્ટમાં યુવરાજ સિંહના નામે 9 વિકેટ છે અને તેનું બેસ્ટ પ્રદર્સન 9 રન આપીને બે વિકેટ રહ્યું છે. 


ટી20 આંતરરાષ્ટ્રીયમાં પ્રદર્શન- યુવરાજ સિંહે ભારત માટે 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 28.02ની એવરેજથી 1177 રન બનાવ્યા છે, જેમાં 8 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 77 રન રહ્યો. ટી20 આંતરરાષ્ટ્રીયમાં યુવરાજ સિંહના નામે 28 વિકેટ છે અને બેસ્ટ પ્રદર્શન 17 રન આપીને 3 વિકેટ છે.