IPL વચ્ચે ક્રિકેટની દુનિયામાં સન્નાટો! દિગ્ગજ ક્રિકેટર પર દીપડાનો જીવલેણ હુમલો
Leopard Attack: ક્રિકેટની દુનિયામાં રોજ અવનવા કિસ્સાઓ બનતા હોય છે. ઓન ધ ગ્રાઉન્ડ તો અનેક ઘટનાઓ બનતી રહે છે. પણ ઓફ ધ ગ્રાઉન્ડ એક ઘટના એવી બની કે સાંભળીને તમારા રુંવાટા ઉભા થઈ જશે. દિગ્ગજ ક્રિકેટર પર જીવલેણ હુમલો કરીને દીપડાએ તેમને લોહીલુહાણ કરી દીધાં.
Leopard Attack on Crickter: અહીં વાત થઈ રહી છે દિગ્ગજ ક્રિકેટ સાથે બનેલી ખરાબ ઘટનાની. અહીં વાત થઈ રહી છે પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર પર દીપડાએ કરેલાં હુમલાની ઘટનાની. અહીં વાત થઈ રહી છે. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટિંગ ઓલરાઉન્ડર ગાય વ્હિટલની. દીપડાએ આ દિગ્ગજ ક્રિકેટર પર જીવલેણ હુમલો કર્યો અને તેમને રીતસર લોહીથી લથપથ કરી દીધાં. જોકે તેઓ હાલ ખતરાની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે. તેમની પત્નીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને આ માહિતી આપી છે.
દિગ્ગજ ક્રિકેટ પર દીપડાનો જીવલેણ હુમલોઃ
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ગાય વ્હિટલને ઝિમ્બાબ્વેના બફેલો રેન્જમાં તેમના રિઝર્વમાં રોકાણ દરમિયાન ચિત્તો દ્વારા હુમલો કરવામાં આવતા તે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની ઈમરજન્સી સર્જરી કરવી પડી. તેમને એરલિફ્ટ દ્વારા હરારે લઈ જવામાં આવ્યા હતા. ગાય વિટ્ટલની પત્ની હેન્ના સ્ટોક્સ વિટ્ટલે સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરીને આ માહિતી આપી છે. આ પોસ્ટની સાથે તેણે ક્રિકેટરની સારવાર કરનાર મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને એ પણ જણાવ્યું કે હુમલા દરમિયાન તેનું ઘણું લોહી વહી ગયું હતું.
પત્નીએ પોસ્ટ શેર કરી-
ગાય વિટ્ટલની પત્નીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. તેમણે દીપડાના હુમલા વિશે જણાવ્યું અને હોસ્પિટલનો આભાર પણ માન્યો. તેણે કહ્યું, 'અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે હિપ્પો ક્લિનિકના સ્ટાફ દ્વારા તેને આટલી સારી સંભાળ આપવામાં આવી. ત્યારબાદ તેને એર એમ્બ્યુલન્સ દ્વારા બફેલો રેન્જથી હરારે લઈ જવામાં આવ્યો, ત્યારબાદ તેને સારવાર માટે મિલ્ટન પાર્ક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હાલમાં તે આવતીકાલે સવારે સર્જરીની રાહ જોઈ રહ્યો છે, કારણ કે આજે તેનું ઘણું લોહી વહી ગયું છે. આવતીકાલે જ્યારે તે થિયેટરમાં તેની પટ્ટીઓ કાઢી નાખશે ત્યારે અમને વધુ ખબર પડશે. તે પહેલા પણ જંગલી પ્રાણીઓનો સામનો કરી ચૂક્યો છે. 2013 માં, તેને ઝિમ્બાબ્વેના હુમાની લોજમાં તેના પલંગની નીચે 8 ફૂટ લાંબો મગર મળ્યો. 150 કિલો વજનનો મગર કોઈની પણ નોંધ લીધા વિના અંદર ગયો અને આખી રાત ત્યાં જ રહ્યો. બીજા દિવસે સવારે નોકરાણીની બૂમોના કારણે ઘરમાં મગર હોવાની બધાને ખબર પડી.
આવી હતી કારકિર્દી-
ગાય વિટ્ટલ એક દાયકા સુધી ઝિમ્બાબ્વે માટે રમ્યો હતો. તેણે ઝિમ્બાબ્વે માટે 46 ટેસ્ટ અને 147 વનડે મેચ રમી હતી. 46 ટેસ્ટ મેચોમાં તેણે 203ના સર્વોચ્ચ સ્કોર સાથે 2207 રન બનાવ્યા અને 51 વિકેટ પણ લીધી. તે જ સમયે, તેના નામે ODIમાં 2705 રન છે અને તે 88 વિકેટ પણ લેવામાં સફળ રહ્યો છે. તેણે 1993માં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ તેણે આ વર્ષે શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે 2003માં આંતરરાષ્ટ્રીય મેચ રમતા જોવા મળ્યો હતો.