WTC Final: ટીમ ઈન્ડિયાને આ 4 ખેલાડી જીતાડી દેશે ટાઈટલ, હવે ઓસ્ટ્રેલિયાની ખેર નહીં!
WTC Final : આઈપીએલમાં બિઝનેસ એન્ડની શરૂઆત થઈ ગઈ છે અને હવે બધાની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પર છે. ઈંગ્લેન્ડના ધ ઓવલ મેદાનમાં 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે.
નવી દિલ્હીઃ WTC Final 2023 IND vs AUS : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023નો ફાઇનલ મુકાબલો 7 જૂનથી રમાશે. તે માટે તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. ઈંગ્લેન્ડનું ધ ઓવલ મેદાન તેના માટે તૈયાર થઈ રહ્યું છે. તો ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ચુક્યા છે, જ્યારે અન્ય ખેલાડી ટૂંક સમયમાં રવાના થશે. આ વચ્ચે આઈપીએલ 2023માં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો જલવો જે રીતે જોવા મળી રહ્યો છે, તેનાથી લાગે છે કે હવે ભારતીય ટીમનું આશરે 10 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું પૂરુ થઈ શકે છે.
પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમને નબળી આંકી શકાય નહીં, ખાસ કરીને જ્યારે મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાવાની છે, જ્યાંની પિચ ફાસ્ટ બોલરોને મદદરૂપ સાબિત થઈ શકે છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના ચાર એવા ખેલાડી છે, જે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે અને તે આગળ પણ આ પ્રકારનું ફોર્મ જાળવી રાખશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતનો હાથ ઉપર રહી શકે છે.
આ પણ વાંચોઃ CSK vs GT ક્વોલિફાયર 1: જો વરસાદને કારણે ક્વોલિફાયર અને એલિમિનેટર રદ થાય તો.....
વિરાટ કોહલી અને શુભમન ગિલે આઈપીએલમાં કર્યું કમાલનું પ્રદર્શન
વિરાટ કોહલીની આઈપીએલ ટીમ આરસીબી ભલે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય પરંતુ વિરાટ કોહલીએ અંતિમ બે મેચમાં જે રીતે પ્રદર્શન કર્યું ત્યારબાદ ટીમ ઈન્ડિયાનું મનોબળ અલગ લેવલ પર છે. કહેવા માટે કહી શકાય કે કોહલીએ ટી20માં સદી ફટકારી છે અને હવે ટેસ્ટ મેચ રમવાની છે. પરંતુ રન રન હોય છે ભલે પછી તે ગમે તે ફોર્મેટમાં બનાવ્યા હોય. હવે બીજા ખેલાડી શુભમન ગિલની વાત. જે રીતે કોહલીએ બેક ટૂ બેક સદી ફટકારી, આ રીતે શુભમન ગિલે પણ સદી પટકારી છે. શુભમનની શાનદાર બેટિંગની મદદથી ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચી ચુકી છે. શુભમન ગિલે આ વર્ષે આઈપીએલમાં 14 મેચમાં 680 રન ફટકાર્યા છે, અને તે ઓરેન્જ કેપની લિસ્ટમાં બીજા સ્થાને છે. ગિલ WTC ફાઇનલમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરતો જોવા મળશે. જો શરૂઆતમાં ગિલ અને મિડલ ઓર્ડરમાં કોહલીનું બેટ ચાલ્યું તો ટીમ ઈન્ડિયા મોટો સ્કોર બનાવી શકે છે.
મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો જલવો
ત્યારબાદ અન્ય પ્લેયર્સની વાત કરીએ તો મોહમ્મદ શમી કમાલની બોલિંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી 14 મેચમાં 24 વિકેટ ઝડપી છે અને તે પર્પલ કેપની રેસમાં પ્રથમ સ્થાને છે. બીજીતરફ WTC ફાઇનલમાં તેની સાથે સિરાજ નવા બોલની જવાબદારી સંભાળી શકે છે. સિરાજે આઈપીએલની વર્તમાન સિઝનમાં 14 મેચમાં 19 વિકેટ ઝડપી છે. જો આ બંને ખેલાડી એકસાથે સારી બોલિંગ કરશે તો ઓસ્ટ્રેલિયન બેટરો માટે ખતરો ઉભો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube