નવી દિલ્હીઃ બેન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડે યજમાન પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં 74 રને પરાજય આપ્યો છે. હાઈસ્કોરિંગ મેચમાં બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમને જીત માટે 343 રનની જરૂર હતી. પરંતુ અનુભવી બોલર જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સનને 4-4 વિકેટ ઝડપીને ધૂમ મચાવી હતી. આ  ધમાકેદાર મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના પોઈન્ટ્સ ટેબલમાં મોટા ફેરફાર થયા છે. પાકિસ્તાનની હાર બાદ ભારતની ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધુ મજબૂત બની છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-2021નું રનર્સ-અપ રહ્યું હતું. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટથી હારનો સામનો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની હારથી ભારતને શું થશે ફાયદો?
ભારતે વર્તમાન WTC સાયકલમાં હજુ છ મેચ રમવાની બાકી છે. બાંગ્લાદેશના પ્રવાસ પર બે ટેસ્ટ મેચ હશે તો આગામી વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ રમવા ભારત આવશે. હાલ ભારત 52.08 જીત ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે, જ્યારે શ્રીલંકા 53.33 જીત ટકાવારીની સાથે ત્રીજા સ્થાન પર છે. ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બાંગ્લાદેશને 2-0થી હરાવવું પડશે. સાથે પ્રયાસ કરવો પડશે કે ઓસ્ટ્રેલિયાને ચારમાંથી ત્રણ ટેસ્ટ મેચમાં હરાવે.


આ પણ વાંચોઃ ફૂટબોલના મહામુકાબલા પહેલાં કતરમાં ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કરશે દીપિકા પાદુકોણ


ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મજબૂત દાવેદાર
જો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સ્થિતિને જોવામાં આવે તો લાગે છે કે આગામી સમર સીઝન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ધ ઓવલમાં ફાઇનલમાં ટકરાઈ શકે છે. ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાની યજમાની કરવી છે. ઓસ્ટ્રેલિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચ 164 રનથી જીતીને ઓસ્ટ્રેલિયા બે મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. દક્ષિણ આફ્રિકા જો ઓસ્ટ્રેલિયાને ત્રણમાંથી બે ટેસ્ટ મેચ હરાવી દે તો ફાઇનલમાં પહોંચી જશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube