નવી દિલ્હીઃ World Test Championship: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023ની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ ખુબ મહત્વની છે. આ સિરીઝનું પરિણામ  WTC ફાઇનલિસ્ટ ટીમોને નક્કી કરી દેશે. આ સિરીઝની સાથે  WTC હેઠળ વધુ બે ટેસ્ટ સિરીઝ રમાવાની બાકી છે. આ બે સિરીઝના પરિણામ પણ  WTC ફાઇનલની દાવેદારી નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા માટે સરળ છે સમીકરણ
હાલમાં  WTC પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે અને ભારતીય ટીમ બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ જો ભારત વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સિરીઝમાં 0-3થી હારી જાય તો પણ તે ફાઇનલમાં પહોંચી જશે. પરંતુ 0-4ની હારમાં તેણે અન્ય બે સિરીઝના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આમ તો ઓસ્ટ્રેલિયાને 0-4થી હરાવવું મુશ્કેલ છે. તેવામાં તેનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ફાઇનલ રમવું લગભગ નક્કી છે. 


આ પણ વાંચોઃ IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં આ 5 ખેલાડીઓએ બનાવ્યા સૌથી વધુ રન


જો ભારતીય ટીમ આ સિરીઝ 3-1થી જીતી જાય તો તે પણ ફાઇનલમાં પહોંચી જશે. જો ભારતીય ટીમનું પ્રદર્શન તેનાથી થોડું ઓછુ રહે છે કે તે ટેસ્ટ સિરીઝ હારી જાય તો પણ તેને ફાઇનલમાં પહોંચવાની તક હશે. પરંતુ તે માટે અન્ય બે સિરીઝના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. 


આ પણ વાંચોઃ ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને વિરાટ કે કોહલી નહીં પણ આ ગુજરાતી ખેલાડીનો લાગે છે ડર


જો ભારતીય ટીમ હારી જાય તો ફાઇનલમાં કઈ રીતે પહોંચશે?
તે નિર્ભર કરે છે કે ભારતીય ટીમ ક્યા અંતરથી સિરીઝ હારે છે, એટલે કે 2-1 કે 3-1 કે 4-0 વગેરે. જો ભારતીય ટીમ ઓછા માર્જિનથી સિરીઝ હારે તો તેની પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક હશે. તે માટે સૌથી પહેલા તો ભારતે આશા કરવી પડશે કે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બે ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને જીત મળે. જો ન્યૂઝીલેન્ડ આ સિરીઝ 2-0થી જીતે તો ભારતને ફાયદો થશે. પછી ભારતે આશા રાખવી પડશે કે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝમાં આફ્રિકાનો પરાજય થાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube