વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે `પોઈન્ટનો જંગ`, કોણ પડશે ભારે?

કાગળ પર `નબળી` દેખાઈ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ વિરુદ્ધ કોહલીની ટીમ ઈન્ડિયા થોડી મજબૂત છે, પરંતુ જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયા બાદ ભારતીય ટીમનો પેસ એટેક થોડો નબળો દેખાઈ રહ્યો છે. પરંતુ ભારતની પાસે ઇશાંત શર્મા અને શમી જેવા અનુભવી બોલર છે.
વિશાખાપટ્ટનમઃ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની (world test championship ) હોમ સિઝનમાં ટીમ ઈન્ડિયા (Team india) પોતાની પ્રથમ ટેસ્ટ (Test) મેચ બુધવારે દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં રમશે. પ્રોટિયાઝ વિરુદ્ધ આ સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સિરીઝ જીતીને ભારતીય ટીમ 120 પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને કેપ્ટન વિરાટ કોહલી આ લીડને વધુ મજબૂત બનાવવા ઈચ્છશે.
કાગળ પર 'નબળી' દેખાઈ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ વિરુદ્ધ કોહલીની ટીમ ઈન્ડિયા થોડી મજબૂત છે, પરંતુ જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયા બાદ ભારતીય ટીમનો પેસ એટેક થોડો નબળો દેખાઈ રહ્યો છે. પરંતુ ભારતની પાસે ઇશાંત શર્મા અને શમી જેવા અનુભવી બોલર છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે બુમરાહની ગેરહાજરીનો ફાયદો આ બંન્ને બેટ્સમેન ઉઠાવશે કે નહીં.
કોહલીની પાસે સૂવર્ણ તક
અત્યાર સુધી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ જે ત્રણ સિરીઝ રમાઇ છે તેમાંથી માત્ર ભારતે જ સિરીઝની બે મેચ જીતી છે. શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડે બે મેચોની સિરીઝ 1-1થી બરોબર કરાવી હતી અને તેનાથી પ્રત્યેકના 60 પોઈન્ટ છે, જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની એશિઝ સિરીઝ 2-2થી બરોબર રહી હતી. બંન્ને ટીમોના 56-56 પોઈન્ટ છે.
ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાની પાસે પોતાની ધરતી પર ચેમ્પિયનશિપમાં મોટી લીડ હાસિલ કરવાની સૂવર્ણ તક છે, જેને વિરાટ કોહલી ગુમાવવા ઈચ્છશે નહીં.
IND vs SA: પ્રથમ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ-11ની જાહેરાત, સાહા ઇન, પંત આઉટ
દાવ પર હશે 120 પોઈન્ટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમ, પુણે અને રાંચીમાં રમાનારી ટેસ્ટ મેચોમાં બંન્ને ટીમ કુલ 120 પોઈન્ટ હાસિલ કરવા માટે એકબીજા સામે મુકાબલો કરશે. આ ચેમ્પિયનશિપ હેઠળ સિરીઝની મેચોના આધાર પર પ્રત્યેક ટેસ્ટ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવે છે, જેમ કે બે મેચોની ટેસ્ટ સિરીઝમાં એક ટેસ્ટ માટે 60 પોઈન્ટ, જ્યારે પાંચ મેચોની સિરીઝમાં એક ટેસ્ટ માટે 24 પોઈન્ટ મળે છે.
કોલકત્તામાં 19 ડિસેમ્બર યોજાશે આઈપીએલ 2020ની હરાજી
... તો ભારત રહેશે ટોપ પર
ભારત જો ત્રણ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું તો તેના પોઈન્ટની સંખ્યા 240 થઈ જશે. બીજીતરફ જો દક્ષિણ આફ્રિકા ત્રણેય મેચ જીતે તો તેના ભારતની સમાન 120 પોઈન્ટ થઈ જશે. લીગ સ્ટેજના અંતમાં ટોપ પર રહેનારી બે ટીમો વચ્ચે જૂન 2021મા લંડનમાં ફાઇનલ રમાશે, જ્યાં વિજેતાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ મળશે.