નવી દિલ્હીઃ યૂનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યૂડબ્લ્યૂડબ્લ્યૂ)એ પોતાના તમામ રાષ્ટ્રીય સંઘોને કહ્યું કે, ભારતીય કુશ્તી સંઘ (ડબ્લ્યૂએફઆઈ) સાથે સંબંધ કાપી નાખે. તેણે હાલમાં અહીં વિશ્વકપ દરમિયાન પાકિસ્તાની શૂટરોને વીઝા ન આપવાના નિર્ણયના પરિપ્રેક્ષ્યમાં આ નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની શૂટરોને વીઝા ન આપવાને કારણે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિએ ભવિષ્યમાં ભારતમાં વૈશ્વિક આયોજનોની યજમાની પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિશ્વ સંસ્થાએ રાષ્ટ્રીય એસોસિએશનને આ વિશે પત્ર લખ્યો છે. 


IPLમાં મેચ જુઓ, કેચ ઝડપો અને ઈનામમાં મેળવો SUV


તેણે લખેલા પત્રમાં કહ્યું, યૂડબ્લ્યૂડબ્લ્યૂ તમામ એસોસિએટેડ નેશનલ રેસલિંગ એસોસિયેશન રાષ્ટ્રીય કુશ્તી સંઘને ભલામણ કરે છે કે, ભારતીય કુશ્તી સંઘ સાથે પોતાના સંબંધ પૂરા કરે. ડબ્લ્યૂએફઆઈના અધ્યક્ષ બૃજભૂષણ શરણ અને સહાયક સચિવ વિનોજ તોમરનો આ સિલસિલામાં સંપર્ક થઈ શક્યો નથી.