નવી દિલ્હીઃ ભારતનો બોક્સર બજરંગ પૂનિયાનો વિશ્વ ચેમ્પિયનશિપના ટાઇટલ મુકાબલામાં પરાજય થયો છે. જાપાનના તાકુટો ઓટુગુરોએ તેને પુરુષોના 65 કિલોગ્રામ વજન કેટેગરીના ટાઇટલ મુકાબલામાં 16-9થી હરાવ્યો છે. આ હાર છતા પૂનિયા ઈતિહાસ રચવામાં સફળ રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. મહત્વનું છે કે તેણે 2013માં ફ્રીસ્ટાઇલ કુશ્તીની 60 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને વિશ્વ ચેમ્પિયનશિપમાં આ પહેલા માત્ર એક ગોલ્ડ મેડલ સુશીલ કુમારે અપાવ્યો હતો. બે વખતના આ ઓલંમ્પિક મેડલ વિજેતાએ 2010માં મોસ્કોમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ પર કબજો કર્યો હતો. આ ટાઇટલ મુકાબલાને છોડી દેવામાં આવ્યો તો ઓલંમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્તને ફોલોવ કરનાર આ યુવા પહેલવાન માટે આ વર્ષે શાનદાર રહ્યું છે. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 


આવી રહી મેચ
બુડાપોસ્ટમાં રમાયેલી આ મેચમાં 24 વર્ષના ભારતીય રેસલર શરૂઆતમાં દબાવમાં આવી ગયો હતો. જાપાની રેસલરે 5 પોઈન્ટ લઈને તેના પર દબાવ લાવી દીધો હતો. ત્યારબાદ બજરંગે પલટવાર કર્યો અને બે-બે પોઈન્ટ લઈને સ્કોર 4-5 કરી દીધો. ત્યારબાદ તાકુટોએ બે પોઈન્ટ લીધા અને ત્યારબાદ તેની પાસે પાંચ પોઈન્ટની લીડ થઈ ગઈ હતી. પરંતુ બજરંગે ફાઇટ આપતા 2 પોઇન્ટ બનાવ્યા અને સ્કોર 6-7 થઈ ગયો હતો. 


બ્રેક બાદ જ્યારે મેચ શરૂ થઈ તો બજરંગ માત ખાઈ ગયો અને વિપક્ષીએ 4 પોઈન્ટ લઈને 10-6ની લીડ મેળવી લીધી હતી. બજરંગે વાપસીનો પ્રયત્ન કર્યો પરંતુ તેને સફળતા ન મળી. જાપાની બોક્સરે આ મેચ 16-9થી પોતાના નામે કરતા ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ ભારતીય રેસલર પૂનિયાને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે.