World Wrestling Championship: રાહુલ અવારે ભારતને અપાવ્યો પાંચમો મેડલ
ભારતના રાહુલ બાલાસાહેબ અવારે રવિવારે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો. આ ચેમ્પિયનશીપમાં ભારતે આ પાંચમો મેડમ જીત્યો છે. ભારતે એક રજત અને ચાર કાંસ્ય પદક જીતવાની સાથે ચેમ્પિયનશીપનું સમાપન કર્યું છે. સાથે જ ભારતે ચાર ઓલ્પિક કોટામાં જગ્યા બનાવી લીધી છે.
દિલ્હી: ભારતના રાહુલ બાલાસાહેબ અવારે રવિવારે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો. આ ચેમ્પિયનશીપમાં ભારતે આ પાંચમો મેડમ જીત્યો છે. ભારતે એક રજત અને ચાર કાંસ્ય પદક જીતવાની સાથે ચેમ્પિયનશીપનું સમાપન કર્યું છે. સાથે જ ભારતે ચાર ઓલ્પિક કોટામાં જગ્યા બનાવી લીધી છે.
વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપના ઇતિહાસમાં ભારતનું આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે આ પહેલા 2013માં ત્રણ મેડલ જીત્યા હતા. આ ચેમ્પિયનશીપમાં રાહુલ પહેલા દિપક પુનિયાએ રજત અને વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા તથા રવિ કુમાર દહિયાએ તેમના કોટામાં કાંસ્ય મેડલ જીત્યા છે.
ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઈનામ, બોર્ડે લીધો મોટો નિર્ણય
રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ પદક જીતનાર વિજેતા રાહુલે કાંસ્ય પદકની હરિફાઇમાં અમેરિકાના ટેલર લી ગ્રાફને 11-4થી માત આપી હતી. કાંસ્ય પદક જીતવા છતા પણ રાહુલ ટોકિયો ઓલમ્પિક-2020માં નહિ જઇ શકે, કારણ કે તેના 61 કિગ્રા ભાર વર્ગ ઓલંમ્પિક કોટામાં નથી.
મહારાષ્ટ્રના રાહુલ રમતની શરૂઆતમાં 0-2થી પાછળ હતો, ત્યાર બાદ તેણે 2-2થી બરાબરી કરી અને ફરી તેણે 4-2થી લીડ મેળવી હતી. ભરાતીય પહેલવાને આ પહેલા બે અંક મેળવીને 6-2થી મજબૂત લીડ મેળવી લીધી હતી.
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ અમિત પંઘાલે રચ્યો ઈતિહાસ, સિલ્વર મેડલ જીતનાર બન્યો પ્રથમ ભારતીય પુરૂષ
રાહુલે ત્યાર બાદ સતત અંક મેળવીને 10-2 અને પછી 11-2નો સ્કોપ કર્યો હતો. અને ત્યારબાદ તેણે 11-4થી રમત જીતીને કાંસ્ય પદક ભારતના નામે કર્યું હતું. રાહુલે સેમિફાઇનલમાં જોર્જિયાના બેકા લોમાટઇઝની સામે 6-10થી હારનો સામનો કરવો પડ્યો હતો.