વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટે મેળવી ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ, હવે બ્રોન્ઝ માટે રમશે
World Wrestling Championships: વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવનારી પ્રથમ ભારતીય રેસલર બની ગઈ છે.
નૂર-સુલ્તાન (કઝાકિસ્તાન): એશિયન ગોલ્ડ મેડલિસ્ટર રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat)એ શાનદાર પ્રદર્શન કરી 2020 ટોક્યો ઓલિમ્પિક રમતો માટે જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે. વિનેશ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ રેસલર બની ગઈ છે. વિનેશે વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપ (World Wrestling Championships)ની રેપેચેઝ રાઉન્ડની બંન્ને મેચ જીતીને આ સિદ્ધિ મેળવી છે. આ સાથે વિનેશે ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં પ્રવેશ કરી લીધો છે.
વિનેશે રેપેચેઝના પ્રથમ રાઉન્ડમાં ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ યૂક્રેનની યૂલિયા બ્લાહિન્યાને હરાવી હતી. તેણે આ ફાઇટ 5-0થી જીતી હતી. ત્યારબાદ તેની ટક્કર સિલ્વર મેડલિસ્ટ અમેરિકાની સારા બિલ્ડરબ્રેન્ડ સામે થઈ હતી. જેમાં વિનેશે 8-2થી જીત હાસિલ કરી અને બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તેણે ઓલિમ્પિક ટિકિટ પણ મેળવી લીધી છે. હવે વિનેશનો મુકાબલો બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ મારિયા પ્રેવોલારાકી સામે થશે.
ચીન ઓપનઃ પીવી સિંધુ અને સાઈ પ્રણીત બીજા રાઉન્ડમાં, સાઇના નેહવાલ હારીને બહાર
વિનેશે પ્રી-ક્વાર્ટરફાઇનલમાં મુકાઇદા સામે 0-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. મુકાઇદાએ આ વર્ગના ફાઇનલમાં જગ્યા બનાવી જેથી વિનેશન રેપેચેઝમાં ઉતરવાની તક મળી હતી. વિનેશની મુકાઇદા વિરુદ્ધ આ સતત બીજી હાર છે. આ પહેલા તેણે એશિયન ચેમ્પિયનશિપમાં પણ મુકાઇદા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.