મુંબઈઃ વીમેન્સ પ્રીમિયર લીગ (WPL 2023) ને તેનું પ્રથમ ચેમ્પિયન મળી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રાત્રે રોમાંચક ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે. દિલ્હીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 131 રન બનાવ્યા હતા. જવાબમાં લોકલ ક્રાઉડની સામે મુંબઈની મહિલાઓએ ત્રણ બોલ બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 19મી ઓવર મેચ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. અંતિમ બે ઓવરમાં 21 રનની જરૂર હતી. પરંતુ નતાલી સિવર બ્રંટ અને એમિલિયા કેરે સ્પિનર જેસ જોનાસનની ઓવરમાં 16 રન ફટકારી દીધા હતા. અહીંથી અંતિમ ઓવરમાં પાંચ રન બનાવી મુંબઈએ ટ્રોફી જીતી લીધી છે. મુંબઈ માટે સ્ટાર ઓલરાઉન્ડર સિવર બ્રંટે અણનમ અડધી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં શિખા પાંડે (17 બોલમાં અણનમ 27) અને રાધા યાદવ (12 બોલમાં અણનમ 27 રન) વચ્ચે 10મી વિકેટ માટે 52 રનની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં માંડમાંડ 9 વિકેટે માત્ર 131 રન બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી અને 11મી ઓવરમાં સ્કોર ત્રણ વિકેટે 74 રન હતો. ત્યારબાદ છ વિકેટ પાંચ રનની અંદર ગુમાવી અને 16મી ઓવર બાદ સ્કોર નવ વિકેટ પર 79 રન થઈ ગયો હતો. મુંબઈના વિદેશી બોલરેએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં હીલી મેથ્યૂઝે ચાર ઓવરમાં પાંચ રન આપી ત્રણ વિકેટ, જ્યારે ઇસાબેલ વોન્ગે 42 રન આપીને ત્રણ અને એમેલિયા કેરે 18 રન આપી બે વિકેટ ઝડપી હતી. 


ફાઇનલમાં થયો ડ્રામા
બ્રેબોર્ન સ્ટેડિયમ પર ફાઇનલની શરૂઆત નાટકીય રહી જ્યારે મુંબઈએ વોન્ગની ફુલટોસ બોલ પર પ્રથમ ત્રણ વિકેટ લીધી. પ્રથમ બે નિર્ણય ત્રીજા અમ્પાયરે આપ્યા. શેફાલી વર્માએ પોતાના પ્રથમ બોલને લોન્ગ ઓન પર સિક્સ અને ત્યારબાદ બાઉન્ડ્રી ફટકારી, પરંતુ આગામી ફુલટોસ બોલ પર કેચ આઉટ થઈ ગઈ હતી. વોન્ગે બે બોલ બાદ એલિસ કેપ્સીને શૂન્ય રને આઉટ કરી, જેનો શાનદાર કેચ એક્સ્ટ્રા કવર પર અમનજોત કૌરે કર્યો હતો. જેમિમા રોડ્રિગ્સે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારી શરૂઆત કરી હતી. તેણે ત્રીજી ઓવરમાં નેટ સિવર બ્રંટને બીજી બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ વોન્ગે ફુલટોસ પર જેમિમાને પોઈન્ટ પર કેચ આઉટ કરાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube