રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમીયર લીગ (WPL) ની પહેલી સીઝન માટે ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમ માટે મોટી જવાબદારી સોંપી છે. છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનારી સાનિયાની કરિયર 20 વર્ષ જેટલી લાંબી છે. તેણે 43 WTA ખિતાબ જીત્યા છે. આરસીબીની ટીમે એક નિવેદનમાં જણાવ્યું કે સાનિયા મહિલાઓ માટે રોલ મોડલ છે અને તેમના વૈશ્વિક કદના કારણે આરસીબી ટીમ મેનેજમેન્ટે આરસીબીની મહિલા ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જોડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમે સાનિયા મિર્ઝાને પોતાની મહિલા ટીમના મેન્ટર બનાવ્યા છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ સમાપ્ત થયેલી વુમેન્સ પ્રીમીયર લીગની હરાજીમાં આરસીબીએ ભારતની બેટર સ્મૃતિ મંદાના, ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર એલિસે પેરી, ઓસ્ટ્રેલિયન બોલર મેગન શુટ્ટ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન સોફી ડિવાઈન, ઈંગ્લેન્ડના કેપ્ટન હીથર નાઈટ, દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ડેન વાન નીકેર અને ભારતની અંડર 19 સ્ટાર ઋષા ઘોષને પોતાની સાથે જોડ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube