નવી દિલ્હીઃ Womens Premier League 2023: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની પ્રથમ સીઝન 4 માર્ચથી શરૂ થઈ છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ અત્યાર સુધી પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, WPL ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી તરીકે સ્મૃતિ મંધાના અત્યાર સુધી બેટિંગ અને કેપ્ટનશિપ બંનેમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાને ફ્રેન્ચાઇઝીએ 3 કરોડ 40 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. આ પછી RCBએ તેને ટીમની કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો. દરેક ફેન્સને આશા હતી કે સ્મૃતિ મંધાના સુકાની અને બેટ સાથે શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ અત્યાર સુધી તે બંને મામલામાં સંપૂર્ણપણે નિરાશ કર્યાં છે.


આરસીબીની મહિલા ટીમને આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં
હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ સ્મૃતિ મંધાનાનું બેટ સાથે પ્રદર્શન જોવામાં આવે તો તેણે અત્યાર સુધી 20ની એવરેજથી બેટ વડે માત્ર 80 રન જ બનાવ્યા છે. આ દરમિયાન સ્મૃતિએ સૌથી વધુ 35 રનની ઇનિંગ્સ રમી છે. તેના પ્રદર્શનની અસર ટીમની બેટિંગ પર પણ જોવા મળી છે.


આ પણ વાંચોઃ IPL ઓક્શન બાદ આ છે IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી 


આરસીબીને હજુ એકતરફી હારનો સામનો કરવો પડ્યો
જો આપણે WPLની પ્રથમ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમના પ્રદર્શન પર નજર કરીએ તો, તેને સીઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 60 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમને તેની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમ સામે 9 વિકેટે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો.


સ્મૃતિ મંધાનાની ટીમને સિઝનની ત્રીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમમાં મોટા નામો હોવા છતાં સ્મૃતિ મંધાના હજુ સુધી તેના ખેલાડીઓ પાસેથી વધુ સારું પ્રદર્શન કરી શકી નથી. જ્યારે આજે યુપી વોરિયર્સ સામે આરસીબીએ 10 વિકેટથી હારનો સામનો કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube