નવી દિલ્હીઃ હત્યાના આરોપમાં ફરાર રેસલર સુશીલ કુમારના બચવાના બધા દરવાજા બંધ થઈ ગયા છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં આજે મંગળવારે તેની આગોતરા જામીન અરજી પણ રદ્દ થઈ ગઈ છે. એક દિવસ પહેલા દિલ્હી પોલીસે તેના પર એક લાખ અને સહયોગી અજય પર 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી, ત્યારબાદ તેણે આગોતરા જામીન અરજી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે શું કહ્યું?
રોહિણી કોર્ટમાં સુનાવણી દરમિયાન સુશીલના હવાલાથી તેના વકીલે કહ્યુ કે, આ મામલામાં તેને કોઈ લેવા-દેવા નથી. સુશીલ કુમાર તરફથી સીનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરા અને આરએસ જાખડે દલીલ કરી. તેમણે સુશીલના હવાલાથી કહ્યુ- હું એક આંતરરાષ્ટ્રીય સ્તરનો ખેલાડી છું. પદ્મશ્રી સહિત દેશના તમામ પ્રતિષ્ઠિત મેડલો અને એવોર્ડથી શુભોષિત છું. ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનાર ખેલાડી છું. મને છત્રસાલમાં મારા અધિકારીઓની ફરજોનું વહન કરવા માટે આવાસ મળ્યું છે, જ્યાં હું મારા પરિવાર સાથે રહુ છું. 


આ પણ વાંચોઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, ભારતીય મૂળના આ ખેલાડીને મળી તક, પિતા છે ટેક્સી ડ્રાઇવર  


શું છે મામલો?
સુશીલ કુમાર પર 5 મેએ યુવા રેસલર સાગર ધનખડ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ છે. હકીકતમાં મોડલ ટાઉન થાના ક્ષેત્રના છત્રસાલ સ્ટેડિયમમાં ફ્લેટ ખાલી કરાવવાને લઈને બે જૂથ ટકરાયા હતા. જેમાં પાંચ રેસલર ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સાગરનું મોત થયુ હતુ. 


પોલીસ કરી રહી છે કાર્યવાહી
દિલ્હી પોલીસના તપાસમાં સુશીલની ઘણા ગેંગસ્ટરો સાથે સાંઠગાંઠની વાત સામે આવી છે. પોલીસ હજુ તે જાણકારી મેળવી રહી છે કે ગેંગસ્ટરના માણસો છત્રસાલ સ્ટેડિયમમાં આવતા હતા. દિલ્હી એનસીઆરમાં સતત દરોડા પાડવા છતાં રેસલર ઝડપાયો નથી. પોલીસની ઘણી ટીમ સોનીપત, પાનીપત ઝઝર અને ગુરૂગ્રામ સહિત અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube