નવી દિલ્હીઃ ફોગાટ બહેનોમાં સૌથી નાની રેસલર ઋૃતુ ફોગાટને ઓલમ્પિક પોડિયમ યોજના (ટોપ્સ)માંથી બહાર કરી દેવામાં આવ છે. નોંધનીય છે કે ઋૃતુએ હાલમાં મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA)માં પર્દાપણનો નિર્ણય કર્યો છે. ભારતીય રમત સત્તાધિકારે ઋૃતુને ટોપ્સમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો કારણ કે તેણે ખુદને ટોક્યો ઓલમ્પિક 2020 માટે ઉપલબ્ધ ગણાવી નથી. તે સિંગાપુરમાં એમએમએમાં પર્દાપણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઈએ એક નિવેદનમાંક હ્યું, પહેલવાન ઋૃતુ ફોગાટને પહેલા ટોપ્સમાં સામેલ કરવામાં આવી હતી પરંતુ હવે તેને બહાર કરી દેવામાં આવી, કારણ કે તે 2020 ઓલમ્પિકમાં રમશે નહીં. તે સિંગાપુરમાં મિશ્રિત માર્શલ આર્ટમાં કરિયર શરૂ કરવા જઈ રહી છે. રાષ્ટ્રમંડળ કુશ્તીમાં ગોલ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ઋુતુ, ગીતા અને બબીતા ફોગાટની નાની બહેન છે. 


સાઈની બેઠકમાં પાંચ પેરા બેડમિન્ટન ખેલાડીઓનો ટોક્યો પેરાઓલમ્પિક રમતો માટે ટોપ્સમાં સામેલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં સાઇના ડિરેક્ટર જનરલ નીલમ કપૂર અને ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રાએ પણ ભાગ લીધો હતો. 


જાણો આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ


મનોજ સરકાર અને પ્રમોદ ભગત (પુરૂષ સિંગલ્સ એસએલ 3), સુકાંત કદમ, તરૂણ અને સુહાસ (પુરૂષ સિંગલ્સ એસએલ 4) ટોપ્સમાં સામેલ પેરા બેડમિન્ટન હશે. છ સ્વીમરોને પણ 2024 ઓલમ્પિક માટે ડેવલોપમેન્ટ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે.