Commonwealth Games 2022: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સના 22 માં એડિશનના 9 માં દિવસે ભારતીય ખેલાડીઓ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પહેલવાન રવિ દહિયાએ નાઇજિરિયન કુસ્તીબાજ ઇ વેલ્સનને હરાવી ગોલ્ડ પોતાના નામે કર્યો છે. તો બીજી તરફ વિનેશ ફોગાટે ફાઈનલ મેચમાં શ્રીલંકાના કુસ્તીબાજને હરાવ્યો છે.


ભારતીય પહેલવાન રવિ દહિયાએ ભારતને 10 મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. પહેલવાન રવિ દહિયાએ 57 કિલો વર્ગ કેટેગરીની ફાઈનલમાં નાઈજિરિયન પહેલવાન ઇ વેલ્સનને 10-0 થી હરાવ્યો. જોકે, ફાઈનલ મેચ પહેલા રવિ દહિયાએ પાકિસ્તાનના અસદ અલીને હરાવ્યો હતો. રવિ દહિયાએ અસદ અલીને 14-4 થી હરાવ્યો હતો. ત્યારે આ પહેલા ક્વોર્ટર ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના પહેલવાન સૂરજને 1 મિનિટ 14 સેક્ન્ડમાં જ 10-0 થી હરાવ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube