કોલકત્તાઃ ખંભાની ઈજાને કારણે રિદ્ધિમાન સાહા હાલમાં ક્રિકેટથી દૂર છે પરંતુ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે, છેલ્લા 5 થી 10 વર્ષમાં ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. ડિસેમ્બર 2014માં મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની પ્રથમ પસંદ 34 વર્ષીય સાહા ખંભાની સર્જરી બાદ પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંગુલીએ કહ્યું, તે લગભગ એક વર્ષથી ટીમમાંથી બહાર છે પરંતુ મને લાગે છે કે છેલ્લા 5થી 10 વર્ષમાં તે ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. આશા કરુ છું કે, તે જલ્દી ઈજામાંથી બહાર આવી જશે. આ પૂર્વ કેપ્ટન અહીં 'વિકી'ના વિમોચનની તકે બોલી રહ્યાં હતા. આ પુસ્તક ખેલની એક કાલ્પનિક કહાની છે જેને વરિષ્ઠ પત્રકાર ગૌતમ ભટ્ટાચાર્યએ લખી છે. આ પુસ્તકમાં એક વિકેટકીપરના સંઘર્ષની કહાની લખવામાં આવી છે, જે સંઘર્ષ કર્યા બાદ મોટી સિદ્ધિ મેળવે છે. 


યુવા રિષભ પંતે પોતાના ટેસ્ટ કેરિયરની પ્રભાવી શરૂઆત અને તે આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. પંતના બેકઅપ તરીકે પાર્થિવ પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત તરફથી 32 ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 1164 રન બનાવનાર સાહાએ છેલ્લા દેશનું પ્રતિનિધિત્વ આ વર્ષની શરૂઆતમાં કેપટાઉન દરમિયાન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ભારત જુલાઈ 2019 સુધી કોઈ ટેસ્ટ રમશે નહીં, જેનાથી બંગાળના આ વિકેટકીપરનું ભવિષ્ય અનિશ્ચિત છે.