નવી દિલ્હીઃ તેમાં કોઈ શંકા નથી કે રિદ્ધિમાન સાહા આજે પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાંથી એક છે, પરંતુ ક્રિકેટની રમતમાં એક વિકેટકીપરની ભૂમિકા માત્ર સ્ટમ્પની પાછળ દમદાર પ્રદર્શન કરવાની રહી ગઈ નથી. ફુટબોલની રમતમાં એક ગોલકીપરનું કામ ટીમ માટે માત્ર ગોલ બચાવવાનું હોય છે, પરંતુ ક્રિકેટમાં આવુ નથી. આ રમતમાં એક કીપરનું કામ રન બચાવવા, કેચ લેવા, સ્ટમ્પ કરવાનું અને ડીઆરએસ જેવા નિર્ણય લેવામાં મદદરૂપ થવું અને સૌથી મહત્વનું કામ રન બનાવવાનું હોય છે. એમએસ ધોની લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે આ કામ કરતો હતો. તેણે વિકેટની પાછળ જેટલું સારૂ પ્રદર્શન કર્યુ, તેનાથી વધુ તેણે એક બેટર તરીકે નામ કમાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ રિદ્ધિમાન સાહાના મામલામાં એક વાત અલગ છે. તે સારો વિકેટકીપર છે, પરંતુ સારો હેટર નથી. આ કારણ છે કે હવે તેને ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા પાસેથી નિવૃત્તિની સલાહ મળી છે. તેની પાછળ બે મુખ્ય કારણ છે, જેમાં એક તેની ઉંમર અને બીજુ કારણ તેની બેટિંગ. ઉંમરને એક તરફ રાખો તો પણ સાહાએ બેટથી સારૂ પ્રદર્શન કર્યું નથી. આ કારણ છે કે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનું કરિયર સમાપ્ત થવા પર છે. અથવા કહો કે સમાપ્ત થઈ ચુક્યુ છે. 


38 વર્ષીય સાહાને હવે તે વાતની સૂચના મળી ચુકી છે કે હવે તે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળશે નહીં. ખુદ તેણે ચીફ સિલેક્ટર ચેતન શર્મા સાથે કરવામાં આવેલી વાતચીત વિશે જણાવ્યું. તેણે સ્ટારસ્પોર્ટ સાથે વાત કરતા કહ્યુ- ચેતન શર્માએ મને કહ્યુ કે, તે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે મારા પર વિચાર કરશે નહીં. મેં તેમને પૂછ્યુ કે આ માત્ર શ્રીલંકા સામે સિરીઝ માટે છે, કે તેની આગળ પણ? તેમણે અમારી વાતચીત દરમિયાન એક વિરામ લીધો અને પછી કહ્યુ- હવે તમારા પર વિચાર કરવામાં આવશે નહીં. આ નિવેદનથી સ્પષ્ટ છે કે તેનું આંતરરાષ્ટ્રીય કરિયર ખતમ થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ વિરાટ કોહલી નહીં તો કોણ છે દેશનો નંબર વન ક્રિકેટર? જાણો ચીફ સિલેક્ટરે શું આપ્યું નિવેદન?


હેડ કોચે આપી નિવૃત્તિની સલાહ
એટલું જ નહીં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ તેને નિવૃતિ વિશે વિચારવાનું કહ્યું છે. તેનો ખુલાસો પણ સાહાએ કર્યો છે. પરંતુ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતમાં રમાયેલી અંતિમ સિરીઝમાં તેણે 61 રન બનાવ્યા હતા, જેની મદદથી ભારતે મેચમાં વાપસી કરી હતી. ત્યારબાદ તેની વાત બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે થઈ તો ગાંગુલીએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી તે બીસીસીઆઈમાં છે, તેણે વધુ વિચારવાની જરૂર નથી. 


હવે વાત કરીએ સાહાના કરિયરની તો તેણે ભારત માટે વનડે અને ટેસ્ટ મેચ રમી છે. સાહાએ વર્ષ 2010માં ટેસ્ટ ક્રિકેટમાં અને તે જ વર્ષે વનડે આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તે વર્ષ 2021 સુધી 40 ટેસ્ટ અને 9 વનડે રમી શક્યો. તેની પાછળ એક કારણ છે કે ત્યારે એમએસ ધોની ભારતીય ટીમમાં વિકેટકીપર હતો, એટલે સાહાને વધુ તક મળી નહીં. ટેસ્ટ ક્રિકેટમાં ધોનીની નિવૃત્તિ બાદ સાહાને તક મળી હતી. 


આ પણ વાંચો- આખરે રાહુલ દ્રવિડ પર લાગ્યો આરોપ, ટીમ ઈન્ડિયાના મહાન ખેલાડીએ કર્યો સૌથી મોટો ખુલાસો


વિકેટકીપર/બેટર સાહાએ 40 ટેસ્ટ મેચોમાં 3 સદી અને 6 અડધીસદીની મદદથી 56 ઈનિંગમાં 1353 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ 29.41ની છે. આ સિવાય 9 વનડે મેચમાં સાહાએ માત્ર 41 રન બનાવ્યા છે. 2014 બાદ સાહાને વનડે રમવાની તક મળી નથી. એટલે હવે સાહા માટે ભારતીય ક્રિકેટ ટીમના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube