રિષભ પંતના સ્થાને ઋૃદ્ધિમાન સાહા રમે બીજી ટેસ્ટઃ સૈયદ કિરમાણી
ભારતના મહાન વિકેટકીપરોમાંથી એક સૈયદ કિરમાણીનું માનવું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રિષભ પંતના સ્થાને ઋૃદ્ધિમાન સાહાને તક આપવી જોઈએ.
કોલકત્તાઃ ભારતના મહાન વિકેટકીપરોમાંથી એક સૈયદ કિરમાણીનું માનવું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રિષભ પંતના સ્થાને ઋૃદ્ધિમાન સાહાને તક આપવી જોઈએ. ભારત માટે 88 ટેસ્ટ મેચ રમી ચુકેલા કિરમાણીનું માનવું સાહા ઈજાગ્રસ્ત હતો અને તેને પંતની સમાન તક મળવી જોઈએ.
અહીં એક કાર્યક્રમથી અલગ કહ્યું, 'તે (પંત) હજુ હિચકામાં છે, પરંતુ ઘણો પ્રતિભાશાળી છે. પરંતુ તેણે કંઇક શીકવાનું છે. તેમણે કહ્યું, 'ફિલ્ડ પર તે સૌથી મુશ્કેલ પોઝિશન હોય છે. ગમે તે ગ્લવ્સ પહેરીને વિકેટકીપર ન બની શકે.' તેમણે કહ્યું, 'સાહા ઈજાગ્રસ્ત હતો. તેને સમાન તક મળવી જોઈએ. તેને ટીમમાં રાખવાનો શું ફાયદો જ્યારે તક આપવાની નથી.'
કિરમાણીએ કહ્યું, 'આપણે પ્રદર્શનના આધાર પર સમીક્ષા કરવી પડશે. સાહા ડોમેસ્ટિક સ્તર પર સતત સારૂ પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં આવ્યો પરંતુ જ્યારે તમે બહાર છો તો કોઈ તમારી જગ્યા લે છે. હવે આપણે જોવું પડશે કે કોણ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.?' તેમણે કહ્યું કે, ધોનીએ નિવૃતી લેતા પહેલા યુવાઓને નિખારવા પડશે.