નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. વિકેટકીપર સાહાએ હાલમાં સોશિયલ મીડિયા પર તે પત્રકારની વોટ્સએપ વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જે તેને ઇન્ટરવ્યૂ માટે ધમકાવી રહ્યો હતો. હવે તે પત્રકાર ખુદ સામે આવ્યો છે અને તેણે ઘટનાનું સત્ય જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકાર ખુદ આવ્યો સામે
રિદ્ધિમાન સાહાએ શનિવારે કહ્યુ કે, તેણે બીસીસીઆઈની તપાસ કરી રહેલી સમિતિને તમામ જાણકારીનો ખુલાસો કર્યો છે, પરંતુ તેની થોડી કલાકો બાદ પત્રકાર બોરિયા મજૂમદારે ટ્વિટર પર પોતાનો વીડિયો શેર કર્યો, જેમાં કહ્યુ કે, તે પત્રકાર કોઈ અન્ય નહીં પરંતુ ખુદ પોતે છે. એટલું જ નહીં પત્રકાર બોરિયાએ 9 મિનિટનો વીડિયો શેર કરતા વિકેટકીપર સાહા પર આરોપ લગાવ્યો કે સાહાએ જે સ્ક્રીન શોટ ટ્વિટર પર નાખ્યા છે. તે યોગ્ય નથી, તેને તોડી-મરડીને રજૂ કરવામાં આવ્યા છે. તેણે સાહાના સ્ક્રીનશોટમાં ખામી ગણાવતા કહ્યુ કે, તે સાહાનું ઈન્ટરવ્યૂ લેવા ઈચ્છતા હતા, પરંતુ તેણે ના પાડી. તે સાહા પર માનહાનિો દાવો કરશે.


Shane warne: શેન વોર્નના નિધન પર સચિન તેંડુલકરનું રિએક્શન આવ્યું, લખ્યું- ભારતીયો માટે તમે સ્પેશિયલ


સાહાએ ગાંગુલી-દ્રવિડ પર પણ લગાવ્યા આરોપ
સાહાએ હેડ કોચ રાહુલ દ્રવિડ અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને લઈને કહ્યુ હતુ કે, ટીમ મેનેજમેન્ટે મને કહ્યુ હતુ કે હવે મારી પસંદગી થશે નહીં. કારણ કે હું ઈન્ડિયન ટીમ સેટઅપનો ભાગ હતો, તેથી તે વિશે વાત ન કરી શકું. ત્યાં સુધી કે કોચ રાહુલ દ્રવિડે મને નિવૃત્તિ વિશે વિચારવા માટે કહ્યુ હતુ. આ સિવાય જ્યારે કાનપુર ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 61 રન બનાવ્યા હતા તો દાદાએ મારી પ્રશંસા કરી હતી. રાહુલ દ્રવિડે મને મેસેજ કર્યો અને શુભેચ્છા આપી. ત્યારબાદ દાદાએ મને કહ્યુ હતુ કે હું જ્યાં સુધી બોર્ડનો પ્રમુખ છું તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube