કોલકત્તાઃ ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહા 9 મહિના બાદ સંપૂર્ણ રીતે ફિટ થઈને સૈયદ મુશ્કાત અલી ટી2 ડોમેસ્ટિક ટૂર્નામેન્ટથી ક્રિકેટમાં વાપસી કરશે. બંગાળે રવિવારે આ ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમાં સાહાને સ્થાન આપવામાં આવ્યું છે. સાહા છેલ્લે ગત વર્ષે 25 મેએ ઈન્ડિયન પ્રીમિયર લીગની પોતાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેચમાં મેદાનમાં ઉતર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ તેને ઈજા થઈ અને ખંભાની સર્જરી કરાવવી પડી હતી. સાહાએ વાપસી પર કહ્યું, હું આ ટૂર્નામેન્ટને સામાન્ય આરામ બાદ વાપસીની જેમ લઈ રહ્યો છું. મારા માટે આ સત્રની શરૂઆત છે. ગ્રુપ ડીમાં સામેલ બંગાળ આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનનો પ્રારંભ 21 ફેબ્રુઆરીથી કટક વિરુદ્ધ મેચથી કરશે. 


સાહા ટીમમાંથી બહાર થયા બાદ છેલ્લા 9 મહિનામાં પરિસ્થિતિ ઘણી બદલી ગઈ છે, કારણ કે રિષભ પંતે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન પાકુ કરી લીધું છે. બંગાળના 34 વર્ષીય વિકેટકીપરે કહ્યું, હું ક્યારેય પસંદગીનું વિચારીને ક્રિકેટ રમતો નથી. તે મારા હાથમાં નથી. મારૂ ધ્યાન તે વસ્તુ પર છે, જેના પર મારૂ નિયંત્રણ છે. હું તે તકનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરીશ જે મારા હાથમાં છે. 



Pulwama Attack: હવે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને હટાવી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો 


ભારતે આગામી ટેસ્ટ મેચ એકદિવસીય વિશ્વકપ બાદ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમવાનો છે. મનોજ તિવારી બંગાળની આગેવાની કરશે. બંગાળ 2010-11માં આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું હતું. 



ટીમઃ મનોજ તિવારી (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઇસ કેપ્ટન), રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, વિવેક સિંહ, રિતિક ચેટર્જી, ઋૃત્વિક રોય ચૌધરી, શાહબા અહમદ, પ્રદીપ પ્રમાણિક, કનિષ્ક સેઠ, અશોક ડિંડા, સયાન ઘોષ, ઇશાન પોરેલ, પ્રયાસ રે બર્મન અને અયાન ભટ્ટાચાર્જી.