IND vs AUS WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ટેસ્ટ મેચની ફાઈનલ મેચનો આજે અંતિમ દિવસ છે. જીત માટે ભારત પાસે પહાડ જેવો મોટો લક્ષ્યાંક છે. લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023)ની અંતિમ મેચ છેલ્લા દિવસે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. મેચના પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 280 રનની જરૂર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ જીતથી માત્ર 7 વિકેટ દૂર છે. આ દરમિયાન આ મેચને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમ્પાયર લાઈવ મેચ દરમિયાન હાથ જોડીને વિનંતી કરતા જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમ્પાયરને હાથ જોડવાની ફરજ પડી-
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો મેચના ત્રીજા દિવસનો છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન સ્ટીવ સ્મિથ બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ કેટલાક લોકો સાઇડ સ્ક્રીન પર આવ્યા, જેના કારણે સ્મિથે અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થને ફરિયાદ કરી. અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે પણ પ્રશંસકોને સામેથી દૂર ખસી જવા કહ્યું, પરંતુ ચાહકોને ન ખસતા જોઈને રિચર્ડ ઇલિંગવર્થે ફરીથી હાથ જોડીને પ્રેક્ષકોથી દૂર ખસી જવા કહ્યું. રિચર્ડ ઈલિંગવર્થનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.


 



 


ટીમ ઈન્ડિયાને 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો-
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ આઠ વિકેટે 270 રન પર ડિકલેર કર્યો હતો, જેણે ભારતને જીતવા માટે 444 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટના નુકસાન પર 164 રન બનાવી લીધા છે. ભારતને ફાઈનલ જીતીને ઈતિહાસ રચવા માટે હવે 280 રનની જરૂર છે. કોહલી 60 બોલમાં 44 રન અને અજિંક્ય રહાણે 20 રને રમી રહ્યો છે.


મેચ જીતીને ઈતિહાસ રચાશે-
ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં અત્યાર સુધી કોઇ ટીમ આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ઘણી મુશ્કેલ બની રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઇનિંગમાં સર્વોચ્ચ ટાર્ગેટ 418 રનનો છે, જે સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ મેદાન પર 263 રનનો રેકોર્ડ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સામે આ બંને આંકડા દેખાઈ રહ્યા છે.