લંડનઃ  ભારતીય ક્રિકેટ ટીમનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર રોળાયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં (WTC Final 2023) ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને પરાજય આપી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની બાદશાહત સ્થાપિત કરી લીધી છે. ભારતને ચોથી ઈનિંગમાં જીત માટે 444 રનનનો ટાર્ગેટ મળ્યો હતો અને પાંચમાં દિવસે ભારતને જીત માટે 280 રનની જરૂર હતી. પરંતુ ભારતીય ટીમ 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા 2021માં ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ ગુમાવી 469 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગના આધારે 173 રનની લીડ મળી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગમાં 8 વિકેટે 270 રન બનાવી ડિકલેર કરી હતી અને ભારતને જીત માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


ઓસ્ટ્રેલિયાએ આપેલા 444 રનના લક્ષ્યના જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી. પરંતુ શુભમન ગિલ 18 રન બનાવી બોલેન્ડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા 43 રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્વર પુજારાએ 27 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 49 રન ફટકાર્યા હતા. આ સિવાય રહાણેએ 46, જાડેજા અને શાર્દુલ શૂન્ય-શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. 


ઓસ્ટ્રેલિયાએ 270/8 ઈનિંગ ડિક્લેર કરી
ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગમાં 8 વિકેટે 270 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગની 173 રનની લીડ બાદ ભારતને જીત માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગમાં એલેક્સ કેરીએ સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા. તો મિચેલ સ્ટાર્ક અને માર્નસ લાબુશેને 41-41 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય સ્મિથે 34, ગ્રીને 25, ટ્રેવિસ હેડ 18 રન બનાવી આઉટ થયા હતા. 


ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં બનાવ્યા હતા 469 રન
ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 163 રન ફટકાર્યા હતા. આ સિવાય સ્ટીવ સ્મિથે 121 રન બનાવ્યા હતા. આ સિવાય એલેક્સ કેરીએ 48, વોર્નરે 43, લાબુશેને 26 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સિરાજે 4, શમી અને શાર્દુલે બે-બે વિકેટ ઝડપી હતી. 


ભારતની પ્રથમ ઈનિંગ
ભારતીય ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 296 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અંજિક્ય રહાણેએ સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે 51, જાડેજાએ 48 રનનું યોગદાન આપ્યું હતું. રોહિત શર્મા 15, ગિલ 13, પુજારા 13, કોહલી 13 રન બનાવી આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે ત્રણ, ગ્રીન, બોલેન્ડ અને સ્ટાર્કે બે-બે વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube