શું WTC ફાઇનલ વરસાદમાં ધોવાઈ જશે? કોને મળશે ટ્રોફી, ભારત કે ઓસ્ટ્રેલિયા, જાણો શું છે ICC નો નિયમ
WTC Final: આઈપીએલ-2023ની સમાપન બાદ હવે દરેક ભારતીય ક્રિકેટ ફેન્સની નજર લંડનના ઓવલ મેદાન પર ટકેલી છે. 7 જૂનથી ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાવાની છે. જેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમનાર મુકાબલા માટે રોહિત શર્માની ટીમ કોઈ કસર છોડવા માંગતી નથી. 7થી 11 જૂન વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલમાં બીજી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાવાની છે. આ મેચ પર પણ વરસાદનું અનુમાન છે અને જો મેચ પૂરી ન થાય તો ટ્રોફી કોને મળશે.
ભારતીય ક્રિકેટ ટીમે સતત બીજીવાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં જગ્યા બનાવી છે. પ્રથમવાર ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારને કારણે રનર્સઅપથી સંતોષ કરવો પડ્યો હતો. આ વખતે ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયાને હરાવીને આઈસીસી ટ્રોફી કબજે કરવા પર છે.
ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડના કેનિંગટન ઓવલમાં 7થી 11 જૂન વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો મુકાબલો રમવાનો છે. છેલ્લે જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમવા ઉતરી હતી તો કમાન વિરાટ કોહલીના હાથમાં હતી. આ વખતે રોહિત શર્મા ટીમનો કેપ્ટન છે.
આ પણ વાંચો- આવતા વર્ષે IPL માં ધોની રમશે કે નહીં? CSKના CEO એ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો
હાલમાં ભારતમાં આઈપીએલ-2023નો મુકાબલો વરસાદથી પ્રભાવિત રહ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચનો નિર્ણય રિઝર્વ ડે પર આવ્યો હતો. હવે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પર વરસાદનો ખતરો છે અને મેચ રિઝર્વ ડે સુધી પહોંચી શકે છે.
સવાલ તે ઉઠે છે કે જેમ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેનિંગટન ઓવલના મેદાન પર રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final)વરસાદને કારણે રદ્દ થાય કે પરિણામ ન આવે તો ટ્રોફી વિજેતાનો નિર્ણય કઈ રીતે કરાશે. 7 જૂનથી 11 જૂન સુધી મેચમાં પરિણામ ન આવે તો તેને 1 દિવસ આગળ વધારી 12 જૂન સુધી જારી રાખી શકાય છે.
આ પણ વાંચોઃ IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત!
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની આ મેચ જો વરસાદને કારણે ધોવાઈ જાય તો ટ્રોફી કોને આપવામાં આવશે. આઈસીસીના નિયમ પ્રમાણે આવી સ્થિતિમાં ફાઈનલમાં પહોંચેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube