WTC Final: શુભમન ગિલ આઉટ હતો કે નોટઆઉટ? ભારતીય ફેન્સ થયા નારાજ, ટ્વિટર પર કાઢ્યો ગુસ્સો
IND vs AUS: ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાની બીજી ઈનિંગમાં 1 વિકેટે 59 રન બનાવી લીધા છે. ભારતને જીત માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે.
લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને જીત માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 8 વિકેટે 270 રન બનાવી ડિકલેર કરી હતી. ભારતે બીજી ઈનિંગમાં પોતાની એક વિકેટ ગુમાવી દીધી છે. શુભમન ગિલને સ્કોટ બોલેન્ડે પેવેલિયન પરત મોકલ્યો હતો. પરંતુ ગિલના કેચને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે.
ગિલને આઉટ અપાતા થયો વિવાદ
ઓસ્ટ્રેલિયાએ આપેલા પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 41 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. સ્કોટ બોલેન્ડની ઓવરમાં શુભમન ગિલ ગલિમાં કેચઆઉટ થયો હતો. કેમરૂન ગ્રીને ડાઇવ મારીને એક હાથે કેચ ઝડપી લીધો હતો. ત્યારબાદ મામલો થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો હતો. થર્ડ અમ્પાયરે અનેકવાર રિપ્લે ચેક કર્યા બાદ ગિલને આઉટ આપ્યો હતો. અમ્પાયરના નિર્ણય બાદ ગિલ પણ નિરાશ થયો હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube