ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ રહ્યું નથી. ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગમાં ફક્ત 156 રન જ કરી શકી.  ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી ઈનિંગમાં 256 રન કર્યા હતા. એટલે કે પહેલી ઈનિંગના આધારે મહેમાન ટીમને 103 રનની લીડ મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ ન્યૂઝીલેન્ડે બીજા દિવસે પોતાની બીજી ઈનિંગમાં પાંચ વિકેટના નુકસાન પર 198 રન કર્યા. ન્યૂઝીલેન્ડની કુલ લીડ 301 રન થઈ ચૂકી છે. હાલની સ્થિતિમાં પુણે ટેસ્ટ મેચ ભારતના હાથમાંથી સરકતી જોવા મળી રહી છે. હવે આ મેચ જીતવા માટે ભારતીય બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં એડી ચોટીનું જોર લગાવવું પડશે. આમ જોઈએ તો પુણેની પીચ પર ચોથી ઈનિંગમાં બેટિંગ કરવી સરળ નહીં રહે. 


શું બહાર થઈ જશે ટીમ ઈન્ડિયા
હવે ફેન્સના મનમાં સવાલ એ છે કે ભારતીય ટીમ જો પુણે ટેસ્ટ મેચ હારી જાય કે મેચ ડ્રો જાય તો શું થશે. શું ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે કે શું. તો તમને જણાવી દઈએ કે જવાબ છે. ના. જો કે પુણે ટેસ્ટમાં હારવાથી ફાઈનલમાં પહોંચવાનો રસ્તો થોડો મુશ્કેલ જરૂર બની શકે. 


અત્રે જણાવવાનું કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલ પર હાલ નંબર વનના સ્થાને છે. અત્યાર સુધીની 12 મેચમાં તેને 8 જીત 3 હાર અને એક ડ્રો થવાથી 98 પોઈન્ટ મળેલા છે. જેની ટકાવારી 68.06 ટકા છે. WTC ટેબલમાં ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે. કાંગારુ ટીમની 12 મેચમાં 8 જીત 3 હાર અને એક ડ્રોથી 90 પોઈન્ટ છે. તેની ટકાવારી 62.50 ટકા છે. જ્યારે શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે. જેણે નવ મેચમાં 55.56 ટકા અને 60 પોઈન્ટ મેળવેલા છે. જ્યારે સાઉથ આફ્રીકા  ચોથા અને ન્યૂઝીલેન્ડ પાંચમા નંબરે જ્યારે ઈંગ્લેન્ડ છઠ્ઠા નંબરે છે. બાંગ્લાદેશ સાતમા, પાકિસ્તાન આઠમા અને વેસ્ટ ઈન્ડિઝ નવમાં નંબરે છે. 


ભારતીય ટીમે પુણે ટેસ્ટ બાદ WTC ના હાલના ચક્રમાં 6 મેચ હજુ રમાવાની છે. આવામાં ભારતે પોતાની બાકી બચેલી 6 મેચમાંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. જો 4 મેચ જીતે તો જગ્યા લગભગ પાક્કી થઈ જશે. 3 ટેસ્ટ જીતે તો એ સ્થિતિમાં ભારતે અન્ય ટીમની જીત કે હાર પર નિર્ભર રહેવું પડી શકે. પરંતુ હારશે તો તેણે આગામી મેચ જીતવી જ પડશે. ભારતીય ટીમે પોતાની આગામી 6 મેચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવાની છે. જેમાં કીવી ટીમ વિરુદ્ધ સિરીઝની અંતિમ મેચ બચી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ તેના ઘરમાં જ 5 મેચની સિરીઝ રમવાની છે. 


WTC અંગે ICC નો નિયમ
અત્રે જણાવવાનું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આ ત્રીજુ ચક્ર છે. જે 2023થી 2025 સુધી ચાલશે. આ ત્રીજા ચક્ર માટે આઈસીસી પોઈન્ટ્સસિસ્ટમ સંલગ્ન નિયમોને પહેલેથી રિલીઝ કરી ચૂકી છે. ટેસ્ટ મેચ જીતવા પર ટીમને 12 અંક, મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ અને મુકાબલો ટાઈ થાય તો 6 પોઈન્ટ મળે. મેચ જીતે તો 100 ટકા, ટાઈ થાય તો 50 ટકા અને ડ્રો થાય તો 33.33 ટકા જ્યારે હારે તો શૂન્ય અંક જોડવામાં આવશે. કોઈ બે મેચની સિરીઝમાં કુલ 24 પોઈન્ટ અને પાંચ મેચની સિરીઝમાં 60 અંક મળશે. WTC ટેબલમાં જીતની ટકાવારીના આધારે રેંકિંગ સામાન્ય રીતે નક્કી થાય છે. 


પોઈન્ટ સિસ્ટમ
- જીતે તો 12 અંક
- મેચ ટાઈ થાય તો 6 અંક
- મેચ ડ્રો થાય તો 4 અંક
- ટીમોના રેંક જીતેલા પોઈન્ટની ટકાવારીના આધારે નક્કી થાય છે. 
- ટોપ બે ટીમો 2025માં લોડ્સમાં રમાનારી ફાઈનલમાં પહોંચશે. 
- સ્લો ઓવર રેટ થાય તો પોઈન્ટમાં ઘટાડો થાય છે.