નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શુક્રવારે એટલે કે 18થી 22 જૂન સુધી World Test Championship માં સામનો કરવાની છે. આ મેચ માટે બન્ને ટીમો એકદમ તૈયાર છે. ભારતીય ટીમ જ્યાં વિશ્વભરમાં પોતાનો ચમત્કાર દેખાડી ફાઇનલ સુધી પહોંચીછે તો ન્યૂઝીલેન્ડે પોતાના ઘરમાં મોટી-મોટી ટીમોને હરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે અલગ શૈલીના કેપ્ટનો વચ્ચે ટક્કર
પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોનું કહેવું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં બે વિપરીત શૈલીના કેપ્ટનો વચ્ચે મુકાબલો જોવા મળશે. જ્યાં વિરાટ કોહલી મેદાન પર આક્રમક રહે છે તો કેન વિલિયમસન કૂલ કેપ્ટન કહેવાય છે. 


આ પણ વાંચોઃ WTC Final: ન્યૂઝીલેન્ડ સામે મેદાન પર ઉતરવાની સાથે બદલાય જશે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ


પૂર્વ કેપ્ટનોએ કહી આ વાત
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે કહ્યુ- વિલિયસન ખુબ રિઝર્વ છે અને શાનદાર ખેલાડી છે. તે સ્માર્ટ અને રણનીતિકાર છે. કોહલી ઉત્સાહી છે અને તે સામેથી નેતૃત્વ કરે છે. વિલિયમસન અને કોહલી ખેલાડી તરીકે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. જોવાનું તે રહેશે કે બન્ને ખેલાડી મુકાબલામાં કઈ રીતે પોતાની ચાલ ચાલે છે. મારા મતે ઈંગ્લેન્ડના વાતાવરણમાં ન્યૂઝીલેન્ડ સારૂ કરશે. 


તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને કહ્યુ- હું બે અલગ કેપ્ટનો વચ્ચે મુકાબલો જોવા ઉત્સુક છું. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યુ, અમે ભાગ્યશાળી છીએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં વિશ્વના બે સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો આગેવાની કરશે. વિલિયમસન પ્રભાવશાળી બેટ્સમેન છે જ્યારે કોહલી આક્રમક ખેલાડી છે. 


વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડે ન્યૂઝીલેન્ડની હાલની ટીમને તેના ક્રિકેટ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણાવી છે. 


આ પણ વાંચોઃ WTC Final: આ ચેનલ પર તમે લાઇવ જોઈ શકશો ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ


ભારતની બેટિંગ અને ન્યૂઝીલેન્ડના બોલરો વચ્ચે જંગ
ભારતની પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને રહાણે જેવા અનુભવી બેટ્સમેન છે. તો યુવા રિષભ પંત અને શુભમન ગિલ પણ સારૂ પ્રદર્શન કરવાની ક્ષમતા રાખે છે. તો સામે ન્યૂઝીલેન્ડ પાસે દમદાર ફાસ્ટ બોલરોની ચોકડી છે. નીલ વેગનર, ટિમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ અને કાઇલ જેમિન્સન ગમે તે બેટિંગ ઓર્ડરને ધરાશાયી કરવાની ક્ષમતા ધરાવે છે. મેચ ખુબ રોમાંચક બને તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે. 


ન્યૂઝીલેન્ડ પાસે કેન વિલિયનસન જેવો વિશ્વનો શાનદાર બેટ્સમેન છે. ઓપનિંગમાં ટોમ લાથમ અને હાલમાં પર્દાપણ કરનાર ડેવિન કોનવે છે. અનુભવી રોસ ટેલર પણ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન ફોર્મમાં આવી ગયો છે. ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર વોલ્ટિંગ પણ પોતાની બેટિંગ માટે જાણીતો છે. તો ઓલરાઉન્ડર કોલિન ડિ ગ્રાન્ડહોમ એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતની પાસે અશ્વિન અને જાડેજાના રૂપમાં બે સર્વશ્રેષ્ઠ સ્પિનર છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્માની ત્રિપુટી કોઈપણ બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી શકે છે. 


ભારતે જાહેર કરી દીધી પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટોમ લાથમ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોલ્ટિંગ, એઝાજ પટેલ, કાઇલ જેમિન્સન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને નીલ વેગનર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube