હવે WTC-2 ની થશે શરૂઆત, દરેક મેચ જીતવા પર આટલા પોઈન્ટ આપશે ICC
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બીજી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ચક્ર દરમિયાન દરેક મેચ જીતવા માટે 12 પોઈન્ટ મળશે. WTCના બીજા ચક્રની શરૂઆત ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની સાથે થશે.
નવી દિલ્લી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બીજી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ચક્ર દરમિયાન દરેક મેચ જીતવા માટે 12 પોઈન્ટ મળશે. WTCના બીજા ચક્રની શરૂઆત ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની સાથે થશે. મેચ ટાઈ થશે ત્યારે બંને ટીમને 6 પોઈન્ટ, જ્યારે ડ્રોની સ્થિતિમાં 4-4 પોઈન્ટ મળશે. ICCના ઈન્ટ્રીમ સીઈઓ જ્યોફ અલાર્ડિસે આ મહિને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે.
મેચમાં કેટલા પોઈન્ટ મળશે:
ICC બોર્ડના સભ્યે જણાવ્યું કે પહેલા દરેક સિરીઝ સમાન 120 પોઈન્ટ મળતા હતા. પછી તે 2 ટેસ્ટની સિરીઝ હોય કે 5 ટેસ્ટની. આગામી સિઝનમાં દરેક મેચના સમાન પોઈન્ટ હશે - વધારે 12 પ્રતિ મેચ. ટીમ મેચ રમીને જે પોઈન્ટ મેળવે છે. તેની ટકાવારી પોઈન્ટના આધારે ટીમના રેન્કિંગ નક્કી થશે. આગામી અઠવાડિયામાં ICCના મુખ્ય કાર્યકારીઓની સમિતિ બેઠકમાં પોઈન્ટ સિસ્ટમમાં ફેરફારને સ્વીકૃતિ આપવામાં આવશે.
કેમ પોઈન્ટ સિસ્ટમમાં પરિવર્તન:
પોઈન્ટ સિસ્ટમમાં પરિવર્તનનું લક્ષ્ય એ છે કે પોઈન્ટ સિસ્ટમને સરળ બનાવી શકાય. કોઈપણ સમયે પોઈન્ટ ટેબલમાં ટીમની સાર્થક સરખામણી થઈ શકે. પછી ભલે તે અલગ સંખ્યામાં મેચ અને સિરીઝ કેમ ન રમી હોય. બીજા ચક્રમાં ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ ઉપરાંત આ વર્ષે થનારી એશિઝ સિરીઝની 5 મેચની એકમાત્ર સિરીઝ થશે.
કેટલી મેચ રમાશે WTCમાં:
આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ થવાનો છે. જેમાં 4 ટેસ્ટ મેચ રમાશે. બધી 9 ટીમમાંથી દરેક ટીમ કુલ 6 સિરીઝ રમશે. જેમાંથી 3 દેશમાં અને 3 વિદેશની ધરતી પર થશે. WTCની પહેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. બીજા રાઉન્ડમાં ઈંગ્લેન્ડની ટીમ સૌથી વધારે 21 ટેસ્ટ રમશે. જ્યારે તેના પછી ભારત 19 ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા 18 ટેસ્ટ અને દક્ષિણ આફ્રિકા 15 ટેસ્ટ રમશે. ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમ 13 ટેસ્ટ અને પાકિસ્તાન 14 ટેસ્ટ રમશે.
ગોપી બહૂના ઠુમકા જોઈને ચાહકોના ઉડી ગયા હોશ, સંસ્કારી બહૂના બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ!
Taarak Mehta... ના નવા દયાબેન સોશલ મીડિયા પર મચાવી રહ્યાં છે ધમાલ, પહેલીવાર સામે આવ્યો વીડિયો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube