નવી દિલ્લીઃ રેસલીંગ જગતમાં ત્રણ દશક સુધી રાજ કરનારા રેસલર અંડરટેકરને મોટુ સન્માન મળવા જઇ રહ્યુ છે. WWE ના ફેન્સ માટે આ મોટા ખુશીના સમાચાર છે કે, WWE દ્વારા 2022 ના હોલ ઓફ ફેમમાં સામેલ કરવા માટે અંડરટેકરનુ નામ આપવામાં આવી શકે છે. આ સન્માનનુ એલાન શક્ય છે કે આગામી એપ્રિલ પહેલા કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં રેસલમેનિયા 38 યોજાનાર છે. જે પહેલા જ WWE આ એલાન કરી શકે છે. અંડરટેકર તરીકે જાણીતા બનેલા આ રેસલરનુ અસલ નામ માર્ક વિલિયમ કેલાવે છે. જે અમેરિકાના ટેક્સાસનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે એલાન કરવામાં આવશે ત્યારે અંડરટેકર એટલે કે માર્ક કેલાવેને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. WWE તરફથી જેને લઇને પહેલા થી જ નિવેદન જારી કરવામાં આવ્યુ છે કે, હોલ ઓફ ફેમ 2022 ના વર્ષ માટે અંડરટેકર હશે. WWE તરફ થી આ અંગે એક ટ્વીટ કરવામાં આવ્યુ હતુ. જેની પર અંડર ટેકરે પણ રિપ્લાય કર્યો હતો અને આભાર પણ માન્યો હતો.


 



 


અંડરટેકરે ત્રણ દાયકા સુધી રેસલીંગમાં પોતાના નામના સિક્કા પાડ્યા છે. તેણે વર્ષ 1990 માં WWE માં ડેબ્યૂ કર્યુ હતુ. જેનો તે સતત ત્રીસ વર્ષ સુધી હિસ્સો રહ્યો છે. 90 ના દશકની વાત કરવામાં આવે તો, અંડરટેકર સુપર સ્ટાર તરીકે ઉભર્યો હતો. તેણે રેસલીંગમાં પોતાના ઝંડાને સતત ઉંચે રાખ્યો હતો. અંડરટેકરના પ્રદર્શને ફેન્સમાં એક જબરદસ્ત આકર્ષણ ઉભુ કર્યુ હતું.


જોકે તેના ફેન્સને વર્ષ 2020માં જબરસ્ત ઝટકો લાગ્યો હતો. કારણ કે તે વખતે તેણે રેસલીંગમાં પોતાની નિવૃત્તી જાહેર કરી દીધી હતી. રિંગમાં અંડરટેકર જોવા નહીં મળે એ કલ્પનાને લઇને રેસલીંગના ફેન્સમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જોકે થોડાક સમય પહેલા અમેરિકામાં WWE ની એક લાઇવ ઇવેન્ટમાં તે જોવા મળ્યો હતો. જ્યાં તે પોતાની પત્નિના સમર્થનમાં પહોંચ્યો હતો. 56 વર્ષિય અંડરટેકરની પત્નિ મિશેલ મેક્કૂલ છે. જે પોતે પણ હાલમાં WWE નો હિસ્સો છે.


અંડરટેકરે 1990 થી શરુ કરેલા પોતાના 30 વર્ષના કરિયરમાં 7 વર્લ્ડ ટાઇટલ જીત્યા હતા. વર્ષ 1991માં તેણે સર્વાઇવર સિરીઝ જીતી હતી. જેમાં તેણે મુખ્ય ઇવેન્ટમાં હલ્ક હોગાનને પછાડ્યો હતો. અંડરટેકર માટે સૌથી શ્રેષ્ઠ તેનો ઓરા રહ્યો છે. જે તેને 30 વર્ષ માટે કાયમ રહ્યો. અંડરટેકર ની યુટ્યુબ પર એન્ટ્રી, કોફીનથી બહાર નિકળવુ અને તેના ઉપરાંત નોકઆઉટ પંચ મારવો આ તમામ દૃશ્યો ખૂબ જ ફેમસ રહ્યા છે. આ કારણ થી અંડર ટેકરના દિવાના દુનિયાભરના ખૂણે ખાંચરે, યુવાનો થી લઇને મોટેરાઓ સુધીના જોવા મળે છે.