બેંગલુરૂઃ મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બુધવારે પ્રતિષ્ઠિત વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. જયસ્વાલે અહીં ઝારખંડ વિરુદ્ધ ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીના ગ્રુપ-એ મેચમાં 203 રનની દમદાર ઈનિંગ રમીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હાલની ટૂર્નામેન્ટમાં તે બેવડી સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા, વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સૈમસને કેરલ માટે રમવા ગોવા વિરુદ્ધ અણનમ 212 રન બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. તે વિજય હજારે ટૂર્નામેન્ટની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ ઈનિંગની સાથે 17 વર્ષીય જયસ્વાલ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. 


ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમા ફટકારવામાં આવેલી 9 બેવડી સદીમાથી પાંચ વનડેમાં બનાવવામાં આવી છે. લિસ્ટ-એ વનડે મેચમાં રોહિત શર્માના નામે ત્રણ અને સેહવાગ અને સચિનના નામે એક-એક બેવડી સદી છે. 

B'day Special: જાણો દિગ્ગજ ઓલરાઉન્ડર કાલિસની રોમાંચક વાતો


વિજય હજારે ટ્રોફીમાં સૌથી પ્રથમ બેવડી સદી પાછલી સિઝનમાં ઉત્તરાખંડના કર્ણવીર કૌશલે ફટકારી હતી. તેણે સિક્કિમ વિરુદ્ધ 202 રનની શાનદાર ઈનિંગ રમી હતી.