Yashasvi Jaiswal Century: ટીમ ઈન્ડિયામાં આવી ગયો છે એક એવો ખતરનાક ખેલાડી જે ટી-20, વન-ડે અને ટેસ્ટ ક્રિકેટના ત્રણેય ફોર્મટમાં મેદાનમાં મચાવે છે તોફાન. એનો બેટિંગ કરતા જોવો એક લાહવો છે. લોકો કહે છે આ છે ટીમ ઈન્ડિયાનો લેફ્ટી સહેવાગ. છગ્ગો મારીને પુરી કરી હતી સદી.  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક શૈલીમાં સદી ફટકારી હતી. ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમમાં અંગ્રેજી બોલરો જેમ્સ એન્ડરસન, ટોમ હાર્ટલી, શોએબ બશીર અને જો રૂટનો સામનો કર્યો છે. હાલમાં યશસ્વી જયસ્વાલ 185 બોલમાં 125 રન બનાવીને રમી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


સેહવાગ સ્ટાઈલમાં સિક્સર ફટકારીને પૂરી કરી સદીઃ
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં સિક્સર ફટકારીને ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગની શૈલીમાં સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીની આ બીજી સદી છે. યશસ્વી જયસ્વાલે આ પહેલા જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 171 રનની ઈનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું હથિયાર છે. યશસ્વી જયસ્વાલની ખાસ વાત એ છે કે તે ડાબોડી ઓપનિંગ બેટ્સમેન છે. ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન કોઈપણ ટીમ માટે એક્સ ફેક્ટર સાબિત થાય છે. યશસ્વી જયસ્વાલના કારણે ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા સાથે ડાબા હાથ અને જમણા હાથની ઓપનિંગ કોમ્બિનેશનનો વિકલ્પ મળે છે.


ઇંગ્લિશ બોલરની બગાડી નાંખી હાલતઃ
યશસ્વી જયસ્વાલ એક આક્રમક બેટ્સમેન છે અને તે પોતાની તોફાની બેટિંગ વડે એક જ સેશનમાં ટેસ્ટ મેચનો માર્ગ બદલવામાં માહિર છે. આ ક્ષમતાના કારણે યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી છે. જ્યારે યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં ટી-20 સ્ટાઈલમાં રમે છે ત્યારે તે પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની યાદ અપાવે છે. યશસ્વી જયસ્વાલે ભારત માટે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચોની 10 ઇનિંગ્સ રમી છે, જેમાં તેણે 59.56ની એવરેજથી 536 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલના નામે ટેસ્ટ ક્રિકેટમાં 2 સદી અને 2 અડધી સદી છે. યશસ્વી જયસ્વાલનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 171 રન છે. માત્ર 22 વર્ષની ઉંમરે યશસ્વી જયસ્વાલ ભારતીય ટેસ્ટ અને T20 ટીમનો મહત્વનો હિસ્સો બની ગયો છે.