નવી દિલ્હીઃ ભારતીય મહિલા શૂટર યશસ્વિની સિંહ દેસવાલે બ્રાઝીલમાં શનિવારે રાત્રે આઈએસએસએફ વિશ્વ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેણે ફાઇનલમાં 2004ની ઓલિમ્પિક ચેમ્પિયન યૂક્રેનની ઓલેના કોસ્તેવિચને હરાવી હતી. યશસ્વિની આ ગોલ્ડની સાથે ઓલિમ્પિક ટિકિટ મેળવનારી દેશની 9મી શૂટર બની ગઈ છે. આ પહેલા અંજુમ મૌદગિલ, અપૂર્વી ચંદેલા, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા, દિવ્યાંશ સિંહ, રાહી સરનોબત, સંજીવ રાજપૂત અને મનુ ભારતે ઓલિમ્પિક કોટા હાસિલ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત આ વિશ્વ કપમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝની સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન પર છે. યશસ્વિની પહેલા અભિષેક વર્મા અને મહિલા શૂટર ઇલાવેનિલ વાલારિવાને આ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 


યશસ્વિની ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પણ પ્રથમ સ્થાન પર રહી 
પૂર્વ જૂનિયર વિશ્વ ચેમ્પિયન 22 વર્ષની યશસ્વિનીએ આઠ મહિલાઓની ફાઇનલમાં 236.7નો સ્કોર કર્યો હતો. વિશ્વની નંબર કોસ્તેવિચને સિલ્વર અને સર્બિયાની જૈસમિના મિલાવોનોવિચને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. વર્લ્ડ નંબર-1 કોસ્તેવિચ 234.8 પોઈન્ટ હાસિલ કરી શકી હતી. અર્થશાસ્ત્રની વિદ્યાર્થીની 22 વર્ષની યશસ્વિની ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પણ પ્રથમ સ્થાન પર રહી હતી ત્યારે તેને 582 પોઈન્ટ મળ્યા હતા. 

IND vs WI: જસપ્રીત બુમરાહે વિન્ડીઝ વિરુદ્ધ ઝડપી હેટ્રિક, બન્યા આ રેકોર્ડ 


યશસ્વિની શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી ચોથી ભારતીય મહિલા
યશસ્વિની શૂટિંગ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી ચોથી ભારતીય મહિલા બની છે. આ પહેલા ઇલાવેનિલ (આ વિશ્વ કપમાં), અપૂર્વી ચંદેલા અને અંજલિ ભાગવતે આ સિદ્ધિ હાસિલ કરી હતી. અપૂર્વીએ આ વર્ષે નવી દિલ્હી અને મ્યૂનિખ (જર્મની)માં ગોલ્ડ જીત્યો હતો. અંજલિએ 2003મા મિલાન (ઇટાલી) અને અટલાન્ટા (અમેરિકા)માં ચેમ્પિયન બની હતી.