પાકિસ્તાની લેગ સ્પિનર યાસિર શાહે કર્યો કમાલ, તોડ્યો 82 વર્ષ જૂનો રેકોર્ડ
યાસિર શાહે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.
અબુધાબીઃ પાકિસ્તાનના ગેલ સ્પિનર યાસિર શાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. યાસિરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અબુધાબીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે આ સિદ્ધિ મેળવી હતી. તેણે ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં વિલિયમ સોમરવિલેને એલબી આઉટ કરીને આ ઉપલબ્ધિ હાસિલ કરી હતી. યાસિર પોતાની 33મી ટેસ્ટમાં 200 વિકેટના આંકડા સુધી પહોંચ્યો જ્યારે ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટે વર્ષ 1936મા પોતાની 36મી ટેસ્ટમાં 200 વિકેટ પૂરી કરી હતી. આ રીતે સાહે 82 વર્ષ જૂનો રેકોર્ડનો તોડવાની સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ભારતીય સ્પિનર અશ્વિન છે. તેણે 37 ટેસ્ટ મેચમાં 200 વિકેટ ઝડપી હતી. અશ્વિને વિકેટની બેવડી સદી પૂરી કરવા માટે ગ્રિમેટ કરતા એક મેચ વધુ રમી હતી.
વાંંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર