નવી દિલ્હીઃ ભારતીય ફુટબોલ માટે વર્ષ 2018 શાનદાર રહ્યું, જેની સૌથી મોટી સિદ્ધિ અન્ડર-20 ટીમે 10 ખેલાડીઓ સાથે રમતા આર્જેન્ટીના જેવી મજબૂત ટીમને હરાવીને હાસિલ કરેલી જીત રહી. વિશ્વને લિયોનલ મેસી અને ડિએગો મારાડોના જેવા દિગ્ગજ ફુટબોલર આપનારી બે વખતની વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટીના માટે આ વર્ષ ખરાબ રહ્યું. વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે હારીને ટીમે નિરાશાજનક સફર પૂરી કરી હતી. ફ્રાન્સ ફાઇનલમાં ક્રોએશિયાને હરાવીને ચેમ્પિયન બન્યું. ક્રોએશિયાની ટીમ વિશ્વકપમાં અંતિમ વિઘ્ન પાર પાડવામાં ચુકી ગઈ, પરંતુ તેણે પોતાની રમતથી વિશ્વભરના ફુટબોલ પ્રેમિઓનું દિલ જીતી લીધું હતું. ટીમના કેપ્ટન લુકા મોડ્રિચે પોતાના દેશ અને ક્લબ (રિયલ મેડ્રિડ) માટે શાનદાર પ્રદર્શન કરતા બેલોન ડિ ઓફ એવોર્ડ પણ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ફુટબોલની વાત કરીએ તો કોચ ફ્લાયડ પિંટોની અન્ડર-20 ભારતીય ટીમ તે કરી દેખાડ્યું, જેની કોઈ આશા ન હતી. ટીમે ઓગસ્ટમાં સ્પેનના વેલેંસિયામાં કોટિફ કપના મેચમાં આર્જેન્ટીનાને 2-1થી હરાવ્યું હતું. આ જીત વધુ મોટી હતી, કારણ કે વિશ્વ કપ રમી ચુકેલ પાબ્લો એઇમરની દેખરેખમાં રમનારી આર્જેન્ટીના વિરુદ્ધ ભારતીય ટીમ મેચની 40 મિનિટ સુધી 10 ખેલાડીઓ સાથે રમી હતી. 


આર્જેન્ટીના વિરુદ્ધ ભારતની જીતે ફુટબોલની દુનિયામાં દેશનું માન વધાર્યું, તો યુવા ખેલાડીઓ માટે દુનિયાની શાનદાર ટીમો સાથે સતત રમવાની તક મળી. મેચ બાદ પિંટોએ કહ્યું, આર્જેન્ટીના આ રમતમાં અમારા કરતા ઘણી આગળ છે. ભારતીય અન્ડર-16 ટીમ પણ સફળતાના મામલામાં અન્ડર-20 ટીમથી પાછળ ન રહી, જેણે ઉમ્માનમાં આમંત્રણ ટૂર્નામેન્ટમાં એશિયાની મોટી ટીમ ઈરાનને હરાવી. ખાસ વાત તે છે કે, સ્પેનમાં આર્જેન્ટીના પર મળેલી જીતની ચાર કલાક બાદ અન્ડર-16 ટીમે આ સફળતા મેળવી હતી. 


પરંતુ ટીમ 2019મા યોજાનારા અન્ડર-17 વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કરવાની નજીક પહોંચીને ચુકી ગઈ હતી. ક્વોલિફાઇર્સના ક્વાર્ટર ફાઇનલમાં ટીમ કોરિયા સામે 0-1થી હરાવીને બહાર થઈ ગઈ છે. ગત વર્ષે અન્ડર 17 વિશ્વકપની યજમાની કનાર ભારતની યુવા ટીમોની સફળતાએ તે સાબિત કર્યું કે, દેશમાં પ્રતિભાની કમી નથી અને આ ગેમમાં આપણે સ્લીપિંગ જાયંટ્સથી પૈશનેટ જાયંટ્સ તરફ વધી રહ્યાં છીએ. 


સીનિયર ટીમે પણ કોચ સ્ટીફન કાંસ્ટેટનટાઇનની દેખરેખમાં એએફસી 2019 એશિયન કપની તૈયારીને ધ્યાનમાં રાખીને ઘણા મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું. એએફસી એશિયન કપમાં ભારતના ગ્રુપમાં યજમાન યૂએઈ, થાઈલેન્ડ અને બહરીન જેવી ટીમો છે. ગ્રુપ સ્ટેજમાં સફળતા હાસિલ કર્યા બાદ ટીમ જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઈરાન અને સાઉદ અરબ જેવી મહાદ્વીપની મોટી ટીમ સામે રમવાની તક મળશે. 


જાડેજાની 'ઈજા' પર વિવાદઃ શાસ્ત્રી અને BCCIના નિવેદનમાં વિરોધાભાસ, કોણ સાચુ, કોણ ખોટું?
 


કાંસ્ટેનટાઇને કહ્યું કે, પાંચ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી ચાલનારી આ મહાદ્વિપ સ્પર્ધામાં પોતાની છાપ છોડવા માટે ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ ફુટબોલ રમવી પડશે. ટૂર્નામેન્ટ પહેલા ભારતે ચીન જેવી મોટી ટીમ સાથે ગોલ રહિત ડ્રો રમી હતી, જેનાથી તેનો જુસ્સો વધશે. ચીનના કોચ વિશ્વ કપ વિજેતા ઇટાલીના માર્સેલો લિપ્પી છે. 


આ પહેલા ભારતમાં યોજાયેલી ટૂર્નામેન્ટમાં કેપ્ટન સુનીલ છેત્રીની પ્રશંસકોને કરવામાં આવી અપીલની ખુબ અસર થઈ અને મુંબઈમાં મેચ જોવા માટે મેદાનમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. છેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશંસકોને મેદાનમાં આવીને પોતાની સામે ટીમના પ્રદર્શનની આલોચના કરવાની અપીલ કરી હતી. તેના આ ટ્વીટને 60 હજારથી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યું. ભારતે આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને કેન્યા જેવા દેશોને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 


ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં છેત્રીએ દેશ માટે પોતાનો 64મો ગોલ કરીને સક્રિય ફુટબોલરોમાં આંતરરાષ્ટ્રીય ગોલના મામલામાં મેસીની બરોબરી કરી હતી. સ્થાનિક ફુટબોલમાં રીયલ કશ્મીર ટોપ લીગમાં રમનારી ઘાટીની પ્રથમ ટીમ બની. તેણએ આઈલીગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.