Year Ender 2023: ક્રિકેટ માટે વર્ષ 2023 ખુબ ઐતિહાસિક રહ્યું છે. આ વર્ષે ક્રિકેટ ફેન્સને ઘણી મેગા ટૂર્નામેન્ટ જોવા મળી. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે પણ ક્રિકેટ જગત પર પોતાનો દબદબો બનાવી રાખ્યો. ટીમ ઈન્ડિયા રમતના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની. પરંતુ આ વર્ષે બે તક એવી આવી જ્યારે ટીમ ઈન્ડિયાની સાથે-સાથે દરેક ભારતીય ક્રિકેટ ફેન્સનું દિલ તૂટી ગયું. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે 2 એવી મોટી મેચમાં હારનો સામનો કરવો પડ્યો, જેને ભૂલી શકવી સરળ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023માં બે વખત તૂટ્યું ભારતીય ક્રિકેટ ફેન્સનું દિલ
આ વર્ષે ક્રિકેટના બે મોટા ફોર્મેટ- ટેસ્ટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને વનડેમાં વિશ્વ કપ રમાયો હતો. ભારતીય ટીમે આ બંને ટૂર્નામેન્ટની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. ખાસ વાત તે રહી કે બંને ફાઈનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયન ટીમ સામે થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા કોઈ મેચ જીતી શકી નહીં. આ બંને ફાઈનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચોઃ પ્રથમ ટેસ્ટમાં કોણ ઓપનિંગ કરશે? કેએલ રાહુલ અને કેએસ ભરત વચ્ચે કોને સ્થાન મળશે? જાણો


WTC ફાઈનલમાં 209 રને પરાજય મળ્યો
ટીમ ઈન્ડિયાએ જૂનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 469 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગના જવાબમાં ભારતીય ટીમ 296 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 8 વિકેટે 270 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


સતત 10 જીત બાદ ફાઈનલમાં પરાજય
વનડે વિશ્વકપ 2023માં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સતત 10 મેચ જીતી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. તે વિશ્વકપ જીતવાથી માત્ર 1 જીત દૂર હતી. આ વખતે પણ ભારત સામે ઓસ્ટ્રેલિયન ટીમ હતી અને રોહિત સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી ભારતીય ટીમનું સપનું તોડી દીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube